Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલીતાણામાં શખસે મહિલાનો પીછો કરી અશ્લીલ ઈશારા કર્યા:પરણિતા પતિ સાથે સમજાવવા જતા અપશબ્દો બોલી છરી મારવાની ધમકી આપી

    19 hours ago

    ભાવનગર જિલ્લાના પાલીતાણામાં 28 સપ્ટેમ્બરના રોજ સવારે 11.30 વાગ્યે બહેનપણીના ઘરે જઈ રહેલી 35 વર્ષીય મહિલાનો એક શખ્સે અવારનવાર પીછો કરી અશ્લીલ ઈશારા કર્યા હતા. આ અંગે મહિલા અને તેના પતિ શખ્સને બાબત સમજાવવા જતાં તેણે દંપતીને અપશબ્દો કહી છરી મારવાની ધમકી આપી હતી. પીડિત મહિલાએ આ મામલે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અપશબ્દો બોલી છરી મારવાની ધમકી આપી ચુવાળીયાનો ઢોરા વિસ્તારમાં રહેતા શોભાબેન ઘરેથી નીકળ્યા ત્યારે લીમડાવાળી શેરી પાસે વિપુલ ભોળાભાઈ ચૌહાણ નામના શખ્સે તેમનો પીછો કરી અયોગ્ય માંગણી સાથે ઈશારા કર્યા હતા. અગાઉ પણ અવારનવાર પીછો કરતા હોવાથી મહિલા તથા તેમના પતિ બળવંતભાઈ તેને સમજાવવા ગયા ત્યારે આરોપીએ ઉશ્કેરાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. શખસ સામે ફરિયાદ નોંધાઈ આ બનાવ અંગે પોલીસે આરોપી વિપુલ ચૌહાણ વિરુદ્ધ BNS એક્ટની કલમ 78(2), 79, 352 અને 351(3) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જુબિન નૌટિયાલ પિતા બન્યો:સિંગરના ઘરે ગણેશ ચતુર્થીના દિવસે દીકરાનો જન્મ, માતા અને બાળક સ્વસ્થ
    Next Article
    મોડાસાની રત્નદીપ યોગ શાખામાં વરિષ્ઠ નાગરિકોએ કૃષ્ણોત્સવ ઉજવ્યો:અભિનય અને રાસથી ભક્તિનો માહોલ સર્જાયો, ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment