Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના પીપાવાવ કોસ્ટગાર્ડ સ્ટેશનમાં જવાનનો આપઘાત:મેસ બિલ્ડિંગમાં ગળાફાંસો ખાધો, પીપાવાવ મરીન પોલીસે તપાસ શરૂ કરી

    14 hours ago

    અમરેલીના રાજુલા તાલુકાના પીપાવાવ ખાતે આવેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશનમાં ફરજ બજાવતા એક જવાન દ્વારા ગળાફાંસો ખાધો છે. જવાને આપઘાત કરી લેવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. કોસ્ટગાર્ડ સ્ટેશનની મેસ બિલ્ડિંગમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પરિસરમાં સન્નાટો છવાઈ ગયો છે. સિપાઈ તરીકે ધાર્મિક કોટડીયા કાર્યરત હતા પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશનમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય કોટડીયા ધાર્મિક શાંતિલાલ (રહે. જૂનાગઢ) દ્વારા મેસ બિલ્ડિંગમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ કોસ્ટગાર્ડના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓની દોડધામ ઘટનાની માહિતી મળતા જ પીપાવાવ કોસ્ટગાર્ડના સિનિયર અધિકારીઓ તાત્કાલિક રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ અણધારી ઘટનાને પગલે હોસ્પિટલ અને કોસ્ટગાર્ડ પરિસરમાં શોકમય વાતાવરણ સર્જાયું હતું. આપઘાતનું ચોક્કસ કારણ અબંધ, પોલીસ તપાસ શરૂ જવાને કયા કારણોસર આત્યંતિક પગલું ભરીને જીવન ટૂંકાવ્યું છે તે અંગે હાલમાં કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. આ મા અંગે પીપાવાવ મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા કોસ્ટગાર્ડના અન્ય કર્મચારીઓની પૂછપરછ કરીને ઘટના પાછળના કારણો જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અંગત કારણોસર આપઘાત કર્યો હોવાની પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પીપાવાવ મરીન પોલીસની વિસ્તૃત તપાસ બાદ જ આપઘાત પાછળનું સાચું અને ચોક્કસ કારણ બહાર આવશે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં આધેડને કચડનાર ઓડીચાલકનો ગુનાહિત ભૂતકાળ:વિજલપોર, ટાઉન અને જલાલપોર પોલીસ સ્ટેશનમાં 4 ગુના નોંધાયા; કોર્ટે જેલ કસ્ટડીમાં મોકલ્યો
    Next Article
    વડોદરાવાસીઓને 4 મહિના બાદ પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે?:ઓછા વરસાદને કારણે આજવા સરોવરમાં 212 ફૂટ પાણીનું લેવલ ન જળવાયું, હાલમાં 209.50 ફૂટ સપાટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment