Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદમાં દારૂ ભરેલી કાર ઝડપાઈ:પોલીસે 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોને ઝડપ્યા, એક ફરાર

    10 hours ago

    હળવદ પોલીસે ઘનશ્યામપુર નજીકથી દારૂ ભરેલી ઇક્કો કાર ઝડપી પાડી છે. પોલીસે રૂ. 4 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ઘનશ્યામપુર-સરા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. GJ-13-AM-4027 નંબરની ઇક્કો કારને રોકતા તેમાંથી 500 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં ફિરોજ ફતેખાન મકરાણી, આસીફ મનસુરભાઈ મીર અને અફજલ અલ્લારખાભાઈ મકરાણીનો સમાવેશ થાય છે. આ ત્રણેય ધાંગધ્રાના કબ્રસ્તાન પાસેના રહેવાસી છે. પોલીસે 1 લાખ રૂપિયાનો દારૂ અને 3 લાખ રૂપિયાની કાર સહિત કુલ 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય આરોપી શિવરાજ ગભરૂભાઈ કાળીયા (રહે. ખાટડી ગામ, તા. ચોટીલા) ફરાર છે. હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હળવદના રાણેકપર સીમમાં જુગારધામ પર પોલીસનો દરોડો, 6 ઝડપાયા:પંચાસરી સીમમાંથી રૂ. 37,900 રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    નેપાળમાં 4 દિવસથી અમદાવાદનું પટેલ દંપતી ગુમ:મિહિર અને કિન્નરીનો સંપર્ક તૂટતા પરિવાર ચિંતામાં, કહ્યું- બંને બાળકો ન્યૂઝીલેન્ડમાં છે ને ભાઈ-ભાભીનો કોઈ પત્તો નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment