Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    500થી વધુ રોકાણકારો સાથે 100 કરોડની ઠગાઈ:રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી અંગે ત્રણની જામીન અરજી ફગાવાઈ

    12 hours ago

    મુંબઈ સેશન્સ કોર્ટે ટૂંકા સમયગાળામાં ઊંચાં વળતરોનું આશ્વાસન આપીને ઠગાઈ કરવાના કેસમાં અંકિત દીપક જૈન, ઓમકાર સિંહ અને હેતુલ રાંકાની જામીન અરજી ફગાવી દીધી છે. 500થી વધુ રોકાણકારો સાથે રૂ. 100 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ છે.ફરિયાદીનું પ્રતિનિધિત્વ કરતાં એડવોકેટ નિમેશ આર મહેતાએ જામીન અરજીનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે આ પ્રકરણ સેંકડો રોકાણકારોને અસર કરનારો એક મોટો આર્થિક ગુનો હોઈ તે માટે ઊંડાણથી તપાસ જરૂરી છે. બંને બાજુની દલીલો સાંભળ્યા પછી અને સુપરત દસ્તાવેજો તપાસ્યા પછી સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. આર્થિક ગોટાળા અને છેતરપિંડીના પ્રકરણમાં બંધારણની કલમ 21નો વિચાર કરી શકાય નહીં એવી નોંધ કોર્ટે કરી હતી. નિમેશ મહેતાએ આરોપી અથવા તેમની સાથે સંબંધિત સંસ્થાઓમાં નાણાં રોકાણ કરનારા રોકાણકારોને અનુરોધ કર્યો છે કે તેમણે ચાલુ તપાસમાં મદદ કરવા માટે રસીદો, કરાર, બેંક સ્ટેટમેંટ, પેમેંટ રેકોર્ડ, વ્હોટ્સએપ મેસેજ, ઈમેઈલ અને અન્ય સંબંધિત પુરાવા સાથે તપાસ યંત્રણાનો સંપર્ક કરવો જોઈએ.પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રકરણ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલ દ્વારા દાખલ એફઆઈઆર સાથે સંબંધિત છે. ફરિયાદી અનુસાર સેવાનિવૃત્ત વરિષ્ઠ નાગરિકો, પગારદાર કર્મચારીઓ, વ્યાવસાયિકો, નાના વ્યાવસાયિકો, મહિલાઓ અને મધ્યમ વર્ગીય કુટુંબીઓ સહિત અનેક પીડિતોએ કથિત રીતે તેમની સેવાનિવૃત્તિની બચત, પ્રોવિડેન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, ટર્મ ડિપોઝિટ, લોન લીધેલું ભંડોળ રોકાણ કર્યું હતું. અનેક કુટુંબો ઘરખર્ચ, તબીબી ખર્ચ, બાળકોના શિક્ષણનો ખર્ચ અને લોનની પરતફેડ જેવી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:વડાલા-કાસારવડવલી મેટ્રો-4ના કારશેડ માટે માર્ગ ખુલ્યો
    Next Article
    ‘બાલભારતી'નો ગેરવહીવટ:ગણિતના નવા પુસ્તકમાં ગંભીર ભૂલો સામે આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment