Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાયુતિ તરફથી વિધાન પરિષદમાં ઉપાધ્યક્ષપદની ઉમેદવા:હવે ઠાકરેના વિશ્વાસુ સચિન આહિર પણ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા

    9 hours ago

    મહારાષ્ટ્રના રાજકારણમાં મંગળવારે મોટો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વરિષ્ઠ નેતા અને વિધાનસભ્ય સચિન આહિરે ઠાકરે જૂથને અલવિદા કહીને મુખ્ય મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં પ્રવેશ કર્યો છે. એટલું જ નહીં, તેમણે મહાયુતિ તરફથી વિધાન પરિષદના ઉપાધ્યક્ષપદ માટે ઉમેદવારી પણ નોંધાવી છે. આ ઘટનાને ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે માટે મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે.સચિન આહિરના પક્ષપ્રવેશ બાદ એકનાથ શિંદેએ તેમનું સ્વાગત કર્યું અને ઠાકરે જૂથ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, અમે કોઈ તોડફોડ નથી કરી રહ્યા, પરંતુ શિવસેનાનું નિર્માણ કરી રહ્યા છીએ. જે નેતાઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે, તેઓ વિકાસના એજન્ડાને આગળ વધારવા માટે આવી રહ્યા છે. તાજેતરમાં ઠાકરે જૂથના છ સાંસદો શિંદે સેનામાં જોડાયા બાદ હવે સચિન આહિરના આગમનને તેમણે વધુ એક છગ્ગો ગણાવ્યો હતો. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, ચોગ્ગા અને છગ્ગા મારવાનું ચાલુ રહેશે અને સામેની બાજુની વિકેટો પડતી રહેશે.સચિન આહિરની રાજકીય સફરની પ્રશંસા કરતાં શિંદેએ કહ્યું કે, તેઓ ભૂતપૂર્વ રાજ્યમંત્રી, શ્રમિક નેતા અને મુંબઈના સ્થાનિક પ્રશ્નોની ઊંડી સમજ ધરાવતા નેતા છે. તેમના આગમનથી શિવસેનાની તાકાત મુંબઈ ઉપરાંત સમગ્ર મહારાષ્ટ્રમાં વધશે. ઉપાધ્યક્ષપદ અંગે શિંદેએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, મહાયુતિ પાસે બહુમતી હોવાથી સચિન આહિર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવશે અને તેઓ સમગ્ર રાજ્યને ન્યાય આપવાનું કામ કરશે. એક સવાલના જવાબમાં શિંદેએ સંકેત આપ્યો કે ઠાકરે જૂથમાંથી હજુ વધુ નેતાઓ શિંદે સેનામાં જોડાઈ શકે છે. આજે બધું કહી દઈએ તો કાલે બ્રેકિંગ ન્યૂઝ શું રહેશે? થોડી રાહ જુઓ, વિકેટો પડતી રહેશે, એમ કહી તેમણે રાજકીય સસ્પેન્સ જાળવી રાખ્યું.
    Click here to Read More
    Previous Article
    આ દર્ઘટનાને કોઈકાળે અવગણી શકાય નહીં:જવાબદાર અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવશેઃ મેયર
    Next Article
    સિટી એન્કર:વડાલા-કાસારવડવલી મેટ્રો-4ના કારશેડ માટે માર્ગ ખુલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment