Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ દર્ઘટનાને કોઈકાળે અવગણી શકાય નહીં:જવાબદાર અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવશેઃ મેયર

    8 hours ago

    ચેમ્બુર વિસ્તારમાં સ્કૂલ બસ પર વિશાળ પીપળનું ઝાડ તૂટી પડવાની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર મુંબઈને હચમચાવી દીધું છે. ઘટનાની જાણ થતાં જ મુંબઈના મેયર રીતુ તાવડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુંબઈ મહાપાલિકા પ્રશાસન મોન્સુનના આગમન પહેલાથી જ કેટલું ગાઢ નિદ્રામાં સૂતેલું છે એ સ્થાનિક રહેવાસીઓની આક્રોશભરી રજૂઆતથી જોઈ શકાય છે. મેયર રીતુ તાવડેએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. સ્કૂલ બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક વિશાળ પીપળનું ઝાડ બસ પર તૂટી પડ્યું. બસમાં લગભગ 13 બાળકો સવાર હતા, જેમાંથી એક બાળકનું દુઃખદ મોત થયું છે.તેમણે કહ્યું કે, આ ઘટનાને કોઈ પણ સંજોગોમાં અવગણી શકાય નહીં અને હવે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આ ઝાડ કેમ પડ્યું? તે કેટલું જૂનું હતું? તેની સ્થિતિ શું હતી? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું. મેયરે વધુમાં શહેરના 30થી 40 વર્ષ જૂનાં વૃક્ષોનું વિશેષ ઓડિટ કરાવવાનો સંકેત આપ્યો. તેમણે કહ્યું કે, ચોમાસા પહેલાં અને પછી હું સતત કહી રહી હતી કે શહેરના જૂનાં વૃક્ષોનો સર્વે થવો જોઈએ. હવે એ તપાસવું પડશે કે કયા વૃક્ષો જોખમી સ્થિતિમાં છે, અને ચોમાસાનો સામનો કરી શકે તેમ નથી. લેખિત રજૂઆતો થઈ હતી આ દરમિયાન મેયર સમક્ષ સ્થાનિક રહેવાસીઓએ ગંભીર દાવો કર્યો કે, આ વૃક્ષ જોખમી હોવાનું દર્શાવતી અનેક લેખિત રજૂઆતો અગાઉથી કરવામાં આવી હતી અને તેને દૂર કરવાની માગણી પણ ઉઠાવવામાં આવી હતી. આ મુદ્દે મેયર તાવડેએ કડક વલણ અપનાવતાં કહ્યું, જો સ્થાનિકોના આક્ષેપો સાચા નીકળશે અને જોખમી વૃક્ષ અંગે અગાઉથી રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોય, તો જવાબદાર અધિકારીઓ સામે ચોક્કસપણે કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    His party leaders getting attacked, Abhishek Banerjee relaunches TMC helpline
    Next Article
    મહાયુતિ તરફથી વિધાન પરિષદમાં ઉપાધ્યક્ષપદની ઉમેદવા:હવે ઠાકરેના વિશ્વાસુ સચિન આહિર પણ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment