Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાવાસીઓને 4 મહિના બાદ પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે?:ઓછા વરસાદને કારણે આજવા સરોવરમાં 212 ફૂટ પાણીનું લેવલ ન જળવાયું, હાલમાં 209.50 ફૂટ સપાટી

    13 hours ago

    વડોદરા શહેરના માથે આગામી સમયમાં પાણીની કટોકટી સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે કારણ કે, આ વર્ષે ઓછા વરસાદના કારણે આજવા સરોવરનું નિર્ધારિત લેવલ જળવાઈ શક્યું નથી તેના હાલ તો પૂરતા દબાણ સાથે પાણી મળી રહ્યું છે, પરંતુ જો હજુ વરસાદ ન પડે તો આગામી સમયમાં પાણીની કટોકટી સર્જાય અથવા તો મહાનગરપાલિકાએ પાણી ખરીદવું પડે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. 212 ફૂટનું લેવલ ન જળવાયું પ્રવર્તમાન ચોમાસામાં ઓછો વરસાદ નોંધાવાને કારણે આજવા સરોવરનું નિર્ધારિત 212 ફૂટનું વોટર લેવલ જળવાઈ શક્યું નથી. વર્તમાન સમયમાં આજવા સરોવરની પાણીની સપાટી 209.50 ફૂટે પહોંચી છે, જેના પગલે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે સતર્ક બન્યું છે. પાલિકાના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, સરોવરની સપાટી 205 ફૂટ સુધી રહે ત્યાં સુધી વડોદરા શહેરના નાગરિકોને પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. ત્રણ-ચાર મહિના બાદ ચિંતા વધી શકે છે આ લેવલના કારણે આવનારા ત્રણથી ચાર મહિના સુધી શહેરીજનો માટે પાણીની કોઈ મોટી ચિંતા રહેતી નથી, જે સ્થાનિકો માટે રાહતના સમાચાર છે. જોકે, આગામી સમયમાં સરોવરનું લેવલ વધુ ઘટે તો પણ સપ્લાય ખોરવાય નહીં તે માટે પાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે સરોવરની સપાટી ઘટે છે, ત્યારે ગ્રેવિટીથી પાણી મેળવવામાં ટેકનિકલ મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આ મુશ્કેલીના નિવારણ અર્થે અને ગ્રેવિટી ફ્લોથી રાઉન્ડ ધ ક્લોક યોગ્ય પ્રેશર સાથે પાણી મળતું રહે તે હેતુથી આવનારા દિવસોમાં પંપ તથા પોન્ટુન સિસ્ટમનો ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજવામાંથી દૈનિક 145 MLD પાણીનો સપ્લાય હાલમાં આજવા સરોવરમાંથી વડોદરા શહેરના વિશાળ વિસ્તારને દૈનિક 145 MLD પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી નાગરિકોને જળ સંકટનો સામનો કરવો ન પડે. એવી આશા પણ છે કે વિદાય લેતા પહેલા સારો વરસાદ વરસે તો આજવા સરોવરમાં પાણીની આવક થઈ શકે અને પાણીની કટોકટી લાંબા ગાળે ન સર્જાય. નહીં આવનાર મહિનાઓમાં પાણી માટે કટોકટી સર્જાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના પીપાવાવ કોસ્ટગાર્ડ સ્ટેશનમાં જવાનનો આપઘાત:મેસ બિલ્ડિંગમાં ગળાફાંસો ખાધો, પીપાવાવ મરીન પોલીસે તપાસ શરૂ કરી
    Next Article
    અરવલ્લીની આંગણવાડીઓમાં 'આનંદ અને ઉમંગના રંગો' ચિત્ર પ્રવૃત્તિ યોજાઈ:રાષ્ટ્રીય પોષણ માહ અને આંગણોત્સવ-2026 અંતર્ગત બાળકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment