Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વનમંત્રી અર્જુન મોઢવાડીયા રાજકોટમાં:આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલનું મુજબ સિંહદર્શન વહેલું શરૂ કર્યાનો દાવો, ગીરમાં ગેરકાયદે રિસોર્ટ કોના આશીર્વાદથી ધમધમતા હતા ? સવાલ સાંભળી ચાલતી પકડી

    8 hours ago

    રાજકોટ મેયર બંગલે એક મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વનમંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યનાં શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ માધવ દવે તેમજ મેયર ડો. નેહલ શુક્લ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ સિંહદર્શન વહેલું શરૂ થવા મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ આ નિર્ણય લેવાયો છે. જ્યારે ગેરકાયદે રિસોર્ટસ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે આ રિસોર્ટ અત્યાર સુધી કોના આશીર્વાદથી ધમધમતા હતા તેનો જવાબ આપવાનાં બદલે વનમંત્રીએ ચાલતી પકડી હતી. સામાન્ય રીતે સાસણ-ગીરમાં દર વર્ષે 15 ઓક્ટોબરથી સિંહદર્શન શરૂ થતું હોય છે, પરંતુ આ વર્ષે 13 દિવસ વહેલા એટલે કે 3 ઓક્ટોબરથી જ સિંહદર્શન ખુલ્લું મૂકવાની જાહેરાત કરાઈ છે. વહેલી શરૂઆતને લઈને થઈ રહેલા વિરોધ અને સવાલો અંગે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ ખુલાસો કરતા જણાવ્યું કે, જે લોકોને પૂરી જાણકારી ન હોય તેઓ ફેરફાર કે બદલાવ થાય ત્યારે વિરોધ કે વાતો કરતા હોય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ પ્રમાણે જ આપણા ગીર અને ગીર પ્રાઈડના સિંહોનું સંવર્ધન થાય છે. ગીરનું ફોરેસ્ટ મેનેજમેન્ટ અને વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ દુનિયામાં નંબર-1 છે. આફ્રિકા ખંડ અને સાઉથ આફ્રિકામાં સિંહોની વસ્તી ઘટી રહી છે, જ્યારે આપણા ગીરમાં સિંહોની વસ્તી ખૂબ સારી રીતે વધી છે. આ આપણા કન્ઝર્વેશનનો ઉત્તમ નમૂનો છે અને ઉલટાનું લોકો આપણી પાસેથી શીખવા આવી રહ્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલનું પાલન કરીને સિંહદર્શન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ગીર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર રિસોર્ટ અંગેના સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, કાયદા અને નિયમ મુજબ જ બધી જગ્યાએ કાર્યવાહી થઈ રહી છે અને થવાની છે. જોકે, આટલા સમય સુધી આ રિસોર્ટ કોના આશીર્વાદથી ધમધમી રહ્યા હતા તે અંગેનો સવાલ પૂછાતા મંત્રીએ તેનો જવાબ આપવાનું ટાળ્યું હતું. અને તરત ત્યાંથી ઉભા થઈને ચાલતી પકડી હતી. આ બેઠક દરમિયાન ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ અને ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે કર્ણાટક રાજ્યથી આવેલા 10 જેટલા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરો સાથે પણ વનમંત્રી સહિતનાએ સંવાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઈન્ફ્લુએન્સરો સાથેની મુલાકાત અંગે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, "ભારત સરકાર અને ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ મારફતે જુદા જુદા રાજ્યોના સોશિયલ ઈન્ફ્લુએન્સરો, જેઓ પ્રજાના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે, તેમને વિવિધ રાજ્યોની ટૂર કરાવવામાં આવી રહી છે. તેના સંદર્ભે આજે કર્ણાટક રાજ્યના 10 જેટલા સોશિયલ ઈન્ફ્લુએન્સરો સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. જોકે રાજકોટ મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની સત્તાવાર જાહેરાત થાય તે પહેલાં બેઠક યોજાઈ હોવાથી શિક્ષણ સમિતીના સભ્યોના નામો અંગે આખરી ચર્ચા-વિચારણા થઈ હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પરંતુ આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    દમણમાં ગેરકાયદે દારૂનો મોટો જથ્થો ઝડપાયો:2,763 બોટલ દારૂ, બિયર અને બાઇક સહિત ₹3.20 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ભાવનગરમાં EPS-95 પેન્શનરોના આક્રોશ સાથે કલેક્ટરને રજૂઆત:માંગણીઓ નહીં સંતોષાય તો સાંસદ નિમુબેન બાંભણિયાની ઓફિસ સામે ધરણાં અને ભૂખ હડતાળની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment