Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    EPS-95 પેન્શનર્સે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું:આત્મવિલોપન અને 'જેલ ભરો' આંદોલનની ચીમકી, 'તમે ગુજરાતી છો, આ વડીલોનો પ્રશ્ન વહેલી તકે પતાવો'

    1 day ago

    દેશભરના વડીલ પેન્શનધારકો છેલ્લા 11 વર્ષથી લઘુત્તમ પેન્શન વધારીને 7500 રૂપિયા પ્લસ ડી.એ. કરવાની માગ સાથે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે. ​પરંતુ સરકાર દ્વારા માત્ર આશ્વાસનો મળતા હોવાથી અને હજુ સુધી કોઈ સકારાત્મક નિર્ણય ન આવતા હવે 75થી 85 વર્ષના વડીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને પેન્શનર્સ સંઘના પ્રમુખે અપીલ કરીને કહ્યું કે, 'તમે ગુજરાતી છો, આ વડીલોનો પ્રશ્ન વહેલી તકે પતાવો'. ‘11 વર્ષથી વૃદ્ધો રોડ પર આંદોલન કરી રહ્યા છે, જે દેશ માટે શરમજનક બાબત’ ભાવનગર જિલ્લા EPS-95 પેન્શનર્સ સંઘના પ્રમુખ ખીમજીભાઈ યાદવે જણાવ્યું હતું કે, ​મુખ્ય મુદ્દાઓમાં છેલ્લા 11 વર્ષથી વૃદ્ધો રોડ પર આંદોલન કરી રહ્યા છે, જે દેશ માટે શરમજનક બાબત છે તેમ આગેવાનોનું માનવું છે. કલેક્ટર, સાંસદો, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સહિતના નાણામંત્રીને ઈમેલ દ્વારા આવેદનપત્ર મોકલી દેવામાં આવ્યા છે. આત્મવિલોપન અને 'જેલ ભરો' આંદોલનની ચીમકી વધુમા જણાવ્યું કે, કમાન્ડર અશોક રાઉત અત્યાર સુધીમાં 348 સાંસદો અને મંત્રીઓને મળી ચૂક્યા છે, છતાં માત્ર "કામ ચાલી રહ્યું છે" તેવા જવાબો જ મળ્યા છે. આરટીઆઈ દ્વારા મેળવેલા આંકડા મુજબ પેન્શન ફંડમાં પૂરતા નાણાં ઉપલબ્ધ હોવા છતાં સરકાર તરફથી કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. જો આગામી સમયમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે, તો આગામી કાર્યક્રમો 15​મી ઓગસ્ટ પછી આત્મવિલોપન જેવું અંતિમ પગલું, ગુજરાતમાંથી અત્યાર સુધીમાં આત્મવિલોપન માટે 1500થી વધુ નામો નોંધાઈ ચૂક્યા છે. જેમાં ટૂંક સમયમાં ભાવનગર જિલ્લાના નામ પણ ઉમેરવામાં આવશે. ‘તમે ગુજરાતી છો, આ વડીલોનો પ્રશ્ન વહેલી તકે પતાવો’ ​સંઘના પ્રમુખ ખીમજીભાઈ યાદવે ખાસ કરીને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ગુજરાતના હોવાથી તેમને વિશેષ અપીલ કરી છે કે, "સાહેબ, તમે ગુજરાતી છો અને આ મામલો વહેલી તકે પતાવો. વડીલોને હવે રોડ પર નીકળતા બંધ કરો અને સરકાર જે પણ રકમ આપવા સક્ષમ હોય તેની સત્તાવાર જાહેરાત કરે." ​આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો આ આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Bhogapuram International Airport to open on August 1: Check location, passenger capacity and features
    Next Article
    વિદેશમાં નોકરીના નામે કરોડોનું છેતરપિંડી આચરનાર ઝડપાયો:સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસે ઉત્તરખંડથી દબોચી લીધા, 12 રાજ્યોમાં 23 ફરિયાદો નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment