Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશમાં નોકરીના નામે કરોડોનું છેતરપિંડી આચરનાર ઝડપાયો:સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસે ઉત્તરખંડથી દબોચી લીધા, 12 રાજ્યોમાં 23 ફરિયાદો નોંધાઈ

    1 day ago

    સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. સોશિયલ મીડિયા દ્વારા વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક આરોપીની ઉત્તરાખંડથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી સામે દેશના 12 રાજ્યોમાં કુલ 23 ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરેલા આ આરોપીએ સોશિયલ મીડિયા મારફતે વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ તેણે વિવિધ બેંક ખાતાઓમાં કુલ ₹29,61,368 ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી. સાયબર ક્રાઈમ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ પુરાવાના આધારે આરોપી સુધી પહોંચીને ઉત્તરાખંડ ખાતેથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી કુલદીપ આર્ય મૂળ ઉત્તરાખંડના ઉધમસિંહનગર જિલ્લાના ગદરપુર તાલુકાના અજબાનગર વિસ્તારનો રહેવાસી છે. તપાસ દરમિયાન આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા SBI, બરોડા, ઇન્ડિયન ઓવરસીઝ અને એક્સિસ બેંક સહિત કુલ 14 બેંક ખાતાઓની વિગતો પણ સામે આવી છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) મુજબ, આ ખાતાઓ સામે દેશના 12 રાજ્યોમાં કુલ 23 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં અંદાજે ₹1,80,62,286 થી વધુની સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીના મોબાઈલ ફોનમાંથી સોશિયલ મીડિયાની ચેટ પણ શોધી કાઢી છે, જેમાં ₹100 કરોડ સુધીના કોર્પોરેટ એકાઉન્ટની માગ કરવામાં આવી હોવાની વિગત સામે આવી છે. હાલ પોલીસ દ્વારા આ તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પૈસા ટ્રાન્સફર થયેલા એકાઉન્ટ ફ્રીઝ કરી રકમ રિકવર કરવા તેમજ આમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    EPS-95 પેન્શનર્સે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું:આત્મવિલોપન અને 'જેલ ભરો' આંદોલનની ચીમકી, 'તમે ગુજરાતી છો, આ વડીલોનો પ્રશ્ન વહેલી તકે પતાવો'
    Next Article
    ચોટીલાના કાળાસર ગામના સરપંચનો ભાઈ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો:8 દિવસમાં 34 ગેરકાયદે હથિયારો જપ્ત, સરપંચના ભાઈ સહિત વધુ ત્રણ જેલહવાલે; આરોપીઓનો આંકડો 17 પર પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment