Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલાના કાળાસર ગામના સરપંચનો ભાઈ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો:8 દિવસમાં 34 ગેરકાયદે હથિયારો જપ્ત, સરપંચના ભાઈ સહિત વધુ ત્રણ જેલહવાલે; આરોપીઓનો આંકડો 17 પર પહોંચ્યો

    1 day ago

    રાજકોટ શહેર PCB બ્રાંચ દ્વારા ગેરકાયદે હથિયારોની સિન્ડિકેટ અને 'વેપન કાર્ટેલ'ને તોડી પાડવા માટે મધ્યપ્રદેશના મુખ્ય સપ્લાયર સહિત સૌરાષ્ટ્રના સપ્લાયરો સામે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઓપરેશન અંતર્ગત પોલીસે વધુ 3 આરોપીઓને 3 ગેરકાયદે હથિયારો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી કિશોર ઉર્ફે ભગતનો ભાઈ ચોટીલા તાલુકાના કાળાસર ગામનો સરપંચ છે. આ આરોપીઓએ આજથી છ વર્ષ પહેલાં મધ્યપ્રદેશના મુખ્ય સપ્લાયર શકીલ પાસેથી આ હથિયારો ખરીદ્યા હોવાનો ખુલાસો થતાં પોલીસે તે દિશામાં વધુ તપાસ લંબાવી છે. ઉલ્લેખનીય છે કે, આ હાઈ-પ્રોફાઈલ વેપન કાર્ટેલ કેસમાં અત્યાર સુધીમાં પોલીસે કુલ 17 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 34 ગેરકાયદે પિસ્તોલ અને 32 જીવતા કારતૂસ કબ્જે કર્યા છે. આરોપીઓના રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ કરી રાજકોટ શહેર PCB દ્વારા એક સપ્તાહ પૂર્વે ગેરકાયદે હથિયારની સિન્ડિકેટ તોડી પાડવા માટે વેપન કાર્ટેલ કેસમાં મધ્યપ્રદેશના મુખ્ય સપ્લાયર શકીલ મન્સૂરીની ધરપકડ કરી તેની પાસેથી કુલ 16 હથિયાર સાથે 5 આરોપીની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ પછી કોર્ટ દ્વારા આરોપી શકીલ મન્સૂરી, ગાવસ્કર ઉર્ફે દર્શન રાજપરા અને પ્રદીપ કરપડાના વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે આરોપીઓની ઊંડાણ પૂર્વક પુછપરછ શરૂ કરી હતી. દેશી બનાવટની પિસ્તોલ કબ્જે કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી શકીલ મન્સૂરીએ 6 વર્ષ પહેલા ચોટીલા અને રાજકોટના એક શખ્સને મળી કુલ ત્રણ હથિયાર આપ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે ચોટીલાના કિશોર ઉર્ફે ભગત કોબીયા અને રાજકોટના સાવન ડાભીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન બંને પાસેથી એક-એક ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે ચોટીલાના કિશોર ઉર્ફે ભગત કોબીયાની પૂછપરછ કરતા તેને અન્ય એક પોતાનું હથિયાર તેના જ મિત્ર વિપુલ ઉર્ફે ભોલો સાંકળીયાને આપ્યાની કબૂલાત આપતા પોલીસે તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ કબ્જે કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પિતાના અવસાન બાદ આરોપી વૈરાગ્ય તરફ વળ્યો આરોપીઓની વધુ પુછપરછ કરતા કિશોર ઉર્ફે ભગત દ્વારા બે હથિયાર પૈકી એક 35 હજાર અને બીજું 45 હજારમાં ખરીદ કર્યું હતું, જયારે સાવન ડાભીએ 50 હજારમાં ખરીદી કર્યાની કબૂલાત આપી હતી. આરોપી કિશોર ઉર્ફે ભગત અને વિપુલ ઉર્ફે ભોલો બન્ને મિત્ર છે, જેઓ અગાઉ ઝડપાયેલ સપ્લાયર ગાવસ્કર ઉર્ફે દર્શન રાજપરાના મિત્ર હોવાથી તેમનો પરિચય મધ્યપ્રદેશના શકીલ મન્સૂરી સાથે થયો હતો. આ દરમિયાન તેને હથિયાર ખરીદ કર્યા હતા. થોડા સમય પહેલા કિશોરના પિતા વજાભાઇનું અવસાન થયા બાદ તે ભગત બની ગયો હતો અને સંસારમાં રહી સાધુ જેવું જીવન જીવવા લાગી અલગ-અલગ ગામડાઓમાં ભજન ગાવા જતો હતો. ભગત બનવાનો વિચાર કરી એક હથિયાર મિત્ર વિપુલને આપી દીધું હતું અને એક હથિયાર પોતે રાખતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ પુછપરછમાં મુખ્ય આરોપી સકીલ મન્સૂરી મધ્યપ્રદેશમાં અન્ય બે શખસો પવન અને રાહુલ પાસેથી 5થી 7 હજારમાં હથિયાર ખરીદ કરી અહીંયા 25થી 50 હજાર સુધી કિંમતમાં વેચાણ કરતો હોવાનું સામે આવતા પવન અને રાહુલની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે. આમ ગેરકાયદેસર હથિયારોનુ વેંચાણ કરતી 'વેપન કાર્ટેલ'ના કેસમા તપાસ દરમિયાન 8 દિવસમાં કુલ 17 શખ્સોને દેશી બનાવટના 34 હથીયારો તથા જીવતા 32 કાર્ટીસ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વિદેશમાં નોકરીના નામે કરોડોનું છેતરપિંડી આચરનાર ઝડપાયો:સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસે ઉત્તરખંડથી દબોચી લીધા, 12 રાજ્યોમાં 23 ફરિયાદો નોંધાઈ
    Next Article
    जंतर मंतर से संसद मार्च के दौरान प्रदर्शनकारी सड़क पर बैठे! CJP Protest| Ground Report|

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment