Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રિજ-રસ્તાઓને નુકસાન પહોંચાડતા ઓવરલોડ વાહનો સામે પ્રજામાં વ્યાપક રોષ:તંત્રના નાક નીચે ધોળે દિવસે ઓરસંગ નદીમાંથી ટ્રેક્ટરો દ્વારા બેફામ રેતખનન

    8 hours ago

    છોટાઉદેપુર જિલ્લાની લોકમાતા ગણાતી ઓરસંગ નદીમાં હાલ ગેરકાયદેસર તથા બેફામ રેતી ખનનનો કાળો કારોબાર ફાલીફૂલી રહ્યો છે. તંત્ર જ્યારે વિવિધ સરકારી કાર્યક્રમો અને ઉત્સવોની ઉજવણીમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ માફિયાઓ ધોળેદિવસે તેમજ રાત્રિના અંધારામાં નદીનો ખોળો ખુંદીને રેતીની ચોરી કરી રહ્યા છે. સામા કાંઠા વિસ્તારના ગામડાઓમાંથી પસાર થતી ઓરસંગ નદીમાંથી ટ્રેક્ટરો દ્વારા રેતી ચોરી કરવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અવિરત અને અંધાધૂંધ ખનનના કારણે ઓરસંગ નદીનું નૈસર્ગિક અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે હવે નદીના પટમાં રેતી નામશેષ થઈ ગઈ છે. માત્ર કપચી તથા કાંકરા જ બાકી રહ્યા છે. પર્યાવરણને પહોંચી રહેલા આ ભારે નુકસાન છતાં જવાબદાર ખાણ-ખનિજ વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર મૌન સેવીને બેઠું હોય તેમ લાગી રહ્યું છે. પ્રતિબંધિત તથા નબળા બ્રિજ પરથી પણ ક્ષમતા કરતાં વધુ વજન ધરાવતા ઓવરલોડ વાહનો ધમધમી રહ્યા છે. જેથી કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ તથા બ્રિજને ભારે નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિક રહીશોની એક જ માંગ છે કે તંત્ર કાગળ પરની કાર્યવાહી બંધ કરે. નદીનું અસ્તિત્વ બચાવે. સરકારી સંપત્તિને થતું નુકસાન અટકાવે. રેતી માફિયાઓ સામે કડકમાં કડક પગલાં ભરે. ફ્લાઈંગ સ્ક્વોડના દરોડા છતાં માફિયાઓને કોઈ ડર રહ્યો નથી હજુ થોડા દિવસો અગાઉ જ સ્ટેટ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે તેજગઢ નજીક દરોડા પાડીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આટલી મોટી કાર્યવાહી બાદ પણ ગેરકાયદેસર રેતી ખનન અને વહન કરતી ગેંગ બેફામ બની છે. છોટાઉદેપુરના સામા કાંઠાના ગામડા, આસપાસના વિસ્તારોમાંથી દરરોજ અસંખ્ય ઓવરલોડ ટ્રેક્ટરો અને ભારે વાહનો ખુલ્લેઆમ પસાર થઈ રહ્યા છે, જે દર્શાવે છે કે રેતી માફિયાઓમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    2 ઓક્ટોબરથી ધરણાની ચીમકી‎:વ્યારા સુગરમાં 6 મહિનાથી બાકી શેરડીના નાણા 15% વ્યાજની સાથે ચુકવવાની માગ
    Next Article
    ફુલેકુ:નડિયાદની ડીએમએમ કેપિટલ કંપનીના ભાગીદારોએ ઉંચા વળતરની લાલચે રોકાણકારોને રૂા. 1.18 કરોડમાં નવડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment