Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લંડનમાં પ્રી-નવરાત્રીના રંગે રંગાયું 'મીની અમદાવાદ' કિંગ્સબરી:ગુજરાતીઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા, રંગબેરંગી ચણિયા-ચોળીથી હોલ ઝગમગી ઊઠ્યો

    9 hours ago

    "ચંદ્ર વિના ચકોર નહીં રહે અને ગરબા વિના ગુજરાતી નહીં રહે" એવી કહેવતને સાચી ઠેરવતાં, લંડનના ગુજરાતીઓ નવરાત્રી પહેલાં જ ગરબાની રમઝટ શરૂ કરી દીધી છે. નવરાત્રી હવે નજીક આવી રહી છે ત્યારે લંડનમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રી-નવરાત્રી ઉજવવાનો નવો ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય બન્યો છે. આ જ શ્રેણીમાં બ્રેન્ટ અને કિંગ્સબરી વિસ્તાર, જેને પ્રેમથી "લંડનનું મીની અમદાવાદ" તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં એક ભવ્ય પ્રી-નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા રસિયાઓ પરંપરાગત ભારતીય વેશભૂષામાં સજ્જ કિંગ્સબરી સ્થિત JFS સ્કૂલ હોલમાં સમાજસેવક અને કોમ્યુનિટી એક્ટિવિસ્ટ જેઝ દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજ પડતાં જ લંડન તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો, યુવાનો અને ગરબા રસિયાઓ પરંપરાગત ભારતીય વેશભૂષામાં સજ્જ થઈ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા લાગ્યા. રંગબેરંગી ચણિયા-ચોળી, સાડીઓ અને કુર્તા-પાયજામાથી સમગ્ર હોલ નવરાત્રીના રંગોથી ઝગમગી ઊઠ્યો. લોકો ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યાં વડોદરાના પ્રસિદ્ધ ગાયિકા હિમાલી જોષી. પ્રતિભાશાળી ગાયિકા, પ્લેબેક સિંગર અને લાઈવ પરફોર્મર તરીકે જાણીતા હિમાલી જોષી પોતાના મધુર અવાજ અને મંત્રમુગ્ધ કરી દે તેવી ગાયકી માટે વિશેષ લોકપ્રિય છે. રાત્રે 8 વાગ્યે સંગીતની શરૂઆત થતાં જ હિમાલી જોષીના સુરીલા કંઠે સમગ્ર હોલને સંગીતમય બનાવી દીધો. તેમના મધુર સ્વરે ગવાયેલા પરંપરાગત અને લોકપ્રિય ગરબાઓએ ઉપસ્થિત સૌને નૃત્યમગ્ન કરી દીધા. નાના બાળકોથી લઈને વડીલો સુધી, દરેક વ્યક્તિ ગરબાના તાલે ઝૂમી ઊઠી હતી. એક તરફ સંગીતનો સૂર અને બીજી તરફ ગરબાની ગતિએ સમગ્ર વાતાવરણને ઉત્સાહ અને ઊર્જાથી ભરી દીધું હતું. મિત્રો અને પરિવારજનો સાથે ગરબાની મજા માણી કાર્યક્રમ દરમિયાન વારંવાર એવું લાગતું હતું કે જાણે ગુજરાતની કોઈ નવરાત્રી મહેફિલ લંડનની ધરતી પર જીવંત બની ગઈ હોય. મિત્રો અને પરિવારજનો સાથે ગરબાની મોજ માણતા લોકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ સ્પષ્ટપણે ઝલકી રહ્યો હતો.વિરામ પહેલાં પરંપરાગત આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ ભક્તિભાવપૂર્વક આરતીમાં ભાગ લીધો અને માતાજીના આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ ટૂંકા વિરામ બાદ ફરી ગરબાની રમઝટ શરૂ થઈ અને મોડી રાત સુધી સતત ચાલુ રહી. નવરાત્રીનો માહોલ જીવંત બન્યો સમય પસાર થતો ગયો, પરંતુ નૃત્યકારોનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નહોતો. અનેક લોકો હજુ વધુ સમય સુધી ગરબા રમવાની ઈચ્છા વ્યક્ત કરતા હતા. જોકે, દરેક કાર્યક્રમની જેમ સમયમર્યાદાનું પાલન કરવું જરૂરી હોવાથી રાત્રે 11 વાગ્યે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.કાર્યક્રમ પૂરો થતાં સૌના ચહેરા પર સંતોષ અને ખુશીના ભાવ હતા. સુંદર સંગીત, ઉત્સાહભર્યા ગરબા અને સમાજને એકત્ર લાવનારા આ પ્રી-નવરાત્રી મહોત્સવે લંડનના ગુજરાતીઓમાં નવરાત્રીનો માહોલ જીવંત બનાવી દીધો. ઘેર પરત ફરતાં દરેક વ્યક્તિના મનમાં હવે આવનારી નવરાત્રીની આતુરતા અને ગરબાની વધુ એક યાદગાર સીઝનની અપેક્ષા સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. દિવ્ય ભાસ્કર માટે લંડનથી સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ
    Click here to Read More
    Previous Article
    મલ્ટિપ્લેક્સમાં કામ કરતા યુવકનું કાર્ડિયાક અરેસ્ટથી મોત:વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં મલ્ટિપ્લેક્સમાં ચાલુ નોકરી પર યુવકને અચાનક ચક્કર આવ્યા બાદ મોત, 22 વર્ષીય કર્મચારી ઢળી પડ્યા બાદ મોત થયું
    Next Article
    ચાલુ નોકરીએ 22 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત:ફતેગંજ મલ્ટિપ્લેક્સમાં ચક્કર આવ્યા ને ઊલટી થયા બાદ ઢળી પડ્યો, પરિવારમાં શોકનો માહોલ સર્જાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment