Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મલ્ટિપ્લેક્સમાં કામ કરતા યુવકનું કાર્ડિયાક અરેસ્ટથી મોત:વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં મલ્ટિપ્લેક્સમાં ચાલુ નોકરી પર યુવકને અચાનક ચક્કર આવ્યા બાદ મોત, 22 વર્ષીય કર્મચારી ઢળી પડ્યા બાદ મોત થયું

    10 hours ago

    વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા ઇન્ફિનિટી સેવન સિઝ મલ્ટિપ્લેક્સની બુકિંગ ઓફિસમાં કામ કરતા 22 વર્ષીય યુવકનું અચાનક તબિયત લથડ્યા બાદ મોત થયું હતું. યુવકને અચાનક ચક્કર આવ્યા બાદ ઊલટી થઈ હતી અને તે ઢળી પડ્યો હતો. સાથી કર્મચારીઓએ CPR આપી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે 108 એમ્બ્યુલન્સના સ્ટાફે તપાસ બાદ યુવકને સ્થળ પર જ મૃત જાહેર કર્યો હતો. કાર્ડિયાક અરેસ્ટના કારણે યુવકનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી ઓમ રેસિડન્સીમાં રહેતો 22 વર્ષીય ચિરાગ સોલંકી ફતેગંજ સ્થિત ઇન્ફિનિટી સેવન સિઝ મલ્ટિપ્લેક્સની બુકિંગ ઓફિસમાં નોકરી કરતો હતો. આ દરમિયાન અચાનક તેની તબિયત બગડતાં તેને ચક્કર આવવા લાગ્યા હતા. ચક્કર આવ્યા બાદ થોડા સમયની અંદર તેને ઊલટી થઈ હતી અને ત્યારબાદ તે અચાનક ઢળી પડ્યો હતો. આ બનાવથી ગભરાયેલા સાથી કર્મચારીઓએ તાત્કાલિક ચિરાગને CPR આપી હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવકની તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. યુવકનું મોત કયા કારણોસર થયું તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.
    Click here to Read More
    Previous Article
    સિંહપ્રેમીઓ માટે આનંદના સમાચાર:સાસણમાં 3 ઓક્ટોબરથી સિંહ દર્શન શરૂ થશે, નવરાત્રી પહેલાં જ ગીર જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય
    Next Article
    લંડનમાં પ્રી-નવરાત્રીના રંગે રંગાયું 'મીની અમદાવાદ' કિંગ્સબરી:ગુજરાતીઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા, રંગબેરંગી ચણિયા-ચોળીથી હોલ ઝગમગી ઊઠ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment