Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહપ્રેમીઓ માટે આનંદના સમાચાર:સાસણમાં 3 ઓક્ટોબરથી સિંહ દર્શન શરૂ થશે, નવરાત્રી પહેલાં જ ગીર જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય

    11 hours ago

    ગીર જંગલમાં વસવાટ કરતા એશિયાટિક સિંહોને જોવા દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સાસણ ગીર ખાતે આવે છે. સામાન્ય રીતે ચોમાસાની સિઝન દરમિયાન 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. જોકે, આ વર્ષે ગીરમાં વરસાદ ઓછો પડ્યો હોવા ઉપરાંત જંગલના કાચા રસ્તાઓ પણ યોગ્ય સ્થિતિમાં હોવાથી નિયમિત સમય કરતાં 12 દિવસ વહેલી એટલે કે 3 ઓક્ટોબરથી ગીર જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોટલ એસોસિયેશનની રજૂઆત બાદ ગાંધીનગરમાં બેઠક ચોમાસાના ચાર મહિના દરમિયાન જંગલ સફારી બંધ રહેતા સ્થાનિક લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત પણ બંધ થઈ જાય છે. આથી સાસણ હોટલ એસોસિયેશન દ્વારા વન વિભાગ અને સરકાર સમક્ષ સફારી વહેલી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે આજે ગાંધીનગર ખાતે વનમંત્રી અર્જુન મોઢવાડિયા, વન વિભાગના ઉચ્ચ અધિકારી જયપાલસિંહ અને સાસણ હોટલ એસોસિયેશનના પ્રમુખ વિનુભાઈ જીવાણી સહિત બળવંતભાઈ ધામી, રામકુભાઈ વિકમા સહિતના પ્રતિનિધિમંડળની બેઠક મળી હતી. બે દિવસમાં ઓનલાઇન પરમિટનું બુકિંગ શરૂ થવાની શક્યતા ગીર જંગલ સફારી માટે વન વિભાગ દ્વારા આપવામાં આવતી ઓનલાઇન પરમિટનું બુકિંગ વન વિભાગની સત્તાવાર વેબસાઇટ પર સંભવતઃ આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશે. સફારી વહેલી શરૂ થવાના નિર્ણયથી નવરાત્રીના તહેવારો દરમિયાન ગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓને પણ સિંહ દર્શનનો લાભ મળી શકશે. 11.30 લાખથી વધુ પ્રવાસીઓ ગીરની મુલાકાતે આવ્યા હતા ગીર જંગલમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જોવા મળે છે. ગત વર્ષે 11.30 લાખથી વધુ પ્રવાસીઓ ગીર વિસ્તારમાં આવ્યા હતા અને ગીર જંગલ સફારી ઉપરાંત દેવળિયા પરિચય ખંડમાં સિંહો સહિતની વન્યસૃષ્ટિ નિહાળી હતી. પ્રવાસીઓના વધતા ધસારાથી વન વિભાગને અંદાજે રૂ.15 કરોડથી વધુની આવક થતી હોવાનું જણાવાયું છે. જિપ્સી ચાલકો, ગાઈડ અને સ્થાનિક ધંધાર્થીઓમાં ખુશી ગીર જંગલ સફારી નિયમિત સમય કરતાં 12 દિવસ વહેલી શરૂ થવાથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ વહેલી શરૂ થશે. ખાસ કરીને હોટલ-રિસોર્ટ વ્યવસાય, જીપ્સીચાલકો, ટુરિસ્ટ ગાઈડ તેમજ અન્ય સ્થાનિક ધંધાર્થીઓને તેનો લાભ મળશે. સફારી વહેલી શરૂ કરવાના નિર્ણયથી ગીર વિસ્તારના હોટલ એસોસિયેશન, જીપ્સીચાલકો, ટુરિસ્ટ ગાઈડ અને સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    'Liquid Metal' iPhone Duo Priced At Over Rs 20 Lakh Sparks Buzz Online
    Next Article
    મલ્ટિપ્લેક્સમાં કામ કરતા યુવકનું કાર્ડિયાક અરેસ્ટથી મોત:વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં મલ્ટિપ્લેક્સમાં ચાલુ નોકરી પર યુવકને અચાનક ચક્કર આવ્યા બાદ મોત, 22 વર્ષીય કર્મચારી ઢળી પડ્યા બાદ મોત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment