Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાલુ નોકરીએ 22 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત:ફતેગંજ મલ્ટિપ્લેક્સમાં ચક્કર આવ્યા ને ઊલટી થયા બાદ ઢળી પડ્યો, પરિવારમાં શોકનો માહોલ સર્જાયો

    8 hours ago

    વડોદરા શહેરમાં નાની વયે હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટથી મોતના વધતા કિસ્સાઓ વચ્ચે વધુ એક આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા જાણીતા 'ઇન્ફિનિટી સેવન સિઝ મલ્ટિપ્લેક્સ' ની બુકિંગ ઓફિસમાં ફરજ બજાવતા માત્ર 22 વર્ષીય યુવાન કર્મચારીનું ચાલુ નોકરીએ અચાનક તબિયત લથડ્યા બાદ કરુણ મોત નીપજ્યું છે. ચક્કર આવ્યા બાદ ઊલટી થતાં યુવક સ્થળ પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો, જેને પગલે સમગ્ર સિનેમા પરિસરમાં ભારે અફરાતફરી અને શોકનો માહોલ સર્જાયો હતો. અચાનક ચક્કર આવ્યા અને ઊલટી થયા બાદ બેભાન થયો પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના હરણી રોડ પર આવેલી ઓમ રેસિડન્સીમાં રહેતો 22 વર્ષીય ચિરાગ સોલંકી ફતેગંજ સ્થિત ઇન્ફિનિટી સેવન સિઝ મલ્ટિપ્લેક્સની બુકિંગ ઓફિસમાં ફરજ બજાવતો હતો. રોજિંદા ક્રમ મુજબ તે પોતાની ફરજ પર હાજર હતો તે દરમિયાન અચાનક તેની તબિયત બગડી હતી અને તેને માથું ઘૂમવા સાથે ચક્કર આવવા લાગ્યા હતા. ચક્કર આવ્યાની ગણતરીની મિનિટોમાં જ તેને ઊલટી થઈ હતી અને તે અચાનક જમીન પર ફસડાઈ પડ્યો હતો. સાથી કર્મચારીઓએ તાત્કાલિક CPR આપ્યો યુવકને અચાનક ઢળી પડતો જોઈ ઓફિસમાં સાથે કામ કરતા કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. તેમણે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ચિરાગને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) આપીને તેના શ્વાસ અને ધબકારા પુનઃ કાર્યરત કરવાનો બનતો તમામ પ્રયાસ કર્યો હતો. સાથોસાથ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી. જોકે, 108 એમ્બ્યુલન્સની પેરામેડિકલ ટીમે ઘટનાસ્થળે પહોંચીને યુવકનું પ્રાથમિક પરીક્ષણ કરતાં તેને સ્થળ પર જ મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તારણ મુજબ યુવકનું મોત અચાનક આવેલા સાયલન્ટ કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું આ બનાવની જાણ થતાં જ સયાજીગંજ પોલીસ સ્ટેશનનો કાફલો મલ્ટિપ્લેક્સ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની SSG ખાતે મોકલી આપ્યો હતો. માત્ર 22 વર્ષની ભરયુવાન વયે એકાએક પુત્રનું અવસાન થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના ચોક્કસ તબીબી કારણની સત્તાવાર પુષ્ટિ થશે.
    Click here to Read More
    Previous Article
    લંડનમાં પ્રી-નવરાત્રીના રંગે રંગાયું 'મીની અમદાવાદ' કિંગ્સબરી:ગુજરાતીઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા, રંગબેરંગી ચણિયા-ચોળીથી હોલ ઝગમગી ઊઠ્યો
    Next Article
    Ground Report | હજુ ચોમાસાનો છેલ્લો રાઉન્ડ | મહારાષ્ટ્ર દુષ્કાળગ્રસ્ત, ગુજરાતમાં ક્યારે | Prime Time

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment