Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં ગાયના મોઢામાં ડસ્ટબીન ફસાયું:સ્થાનિક યુવાનોએ જીવના જોખમે ગાયના મોઢામાં ફસાયેલા ડસ્ટબીનને નીકાળ્યું

    10 hours ago

    મોડાસાના મેઘરજ ચોકડી પાસે એક ગાયના મોઢામાં પ્લાસ્ટિકનું ડસ્ટબીન ફસાઈ ગયું હતું. શ્વાસ લેવામાં તકલીફ પડતા ગાય રસ્તા પર રઘવાઈ બની હતી. સ્થાનિક યુવાનોએ જીવના જોખમે ગાયને બચાવી હતી. આ ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના મેઘરજ ચોકડી પાસે બની હતી. ખાવાની શોધમાં ભટકતી ગાયનું મોં પ્લાસ્ટિકના ડસ્ટબીનમાં ફસાયું હતું. ડસ્ટબીન ફસાઈ જતાં ગાયને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી અને તે ગભરાઈને રસ્તા પર આમતેમ દોડી રહી હતી. ગાયની આ હાલત જોઈને સ્થાનિક યુવાનો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. ગાય બેકાબૂ હોવા છતાં અને કોઈને પણ ઈજા પહોંચાડી શકે તેવી સ્થિતિમાં હોવા છતાં, યુવાનોએ હિંમત બતાવી. તેમણે જીવના જોખમે ગાયને કાબૂમાં લીધી અને ભારે જહેમત બાદ તેના મોઢા પરથી ડસ્ટબીન સફળતાપૂર્વક દૂર કર્યું. ડસ્ટબીન દૂર થતાં જ ગાયને રાહત મળી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો સ્થાનિક યુવાનોની આ જીવદયાની ભાવનાને બિરદાવી રહ્યા છે. આ ઘટના ખુલ્લામાં ફેંકાતા પ્લાસ્ટિકના કચરાથી પશુઓના જીવને થતા જોખમને પણ ઉજાગર કરે છે.
    Click here to Read More
    Previous Article
    Five killed, 18 injured as under-construction temple roof collapses in Parbhani
    Next Article
    22 દિવસે 'ભૂત' આવ્યું સામે:આખરે સુરત મનપા કમિશનરે સ્વીકાર્યું, સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ નાસીરનગરમાં લાઇન દોરીની કામગીરી સમયે ડિમોલિશન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment