Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસને જોઈ બુટલેગરે કાર ભગાવી!:રાજકોટ-ભાવનગર હાઇવે પર દારૂના જથ્થા સાથે જતા ક્રેટાચાલકે અકસ્માત સર્જ્યો, એરબેગ ખૂલી જતા શખ્સને પોલીસે પકડ્યો

    15 hours ago

    રાજકોટમાં પોલીસને જોઈને બુટલેગરે કાર રોંગ સાઈડમાં ભગાવવા જતા શખ્સે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. ભાવનગર હાઈવે પર દારૂના જથ્થા સાથે જતા આ શખ્સનો એર બેગના કારણે બચાવ થયો હતો. જોકે પોલીસે તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ક્રેટાચાલકે પોલીસને જોઈને કાર રોંગ સાઇડમાં ભગાવી રાજકોટ-ભાવનગર હાઈવે પર લાખાપર ગામ પાસે કારમાં દારૂનો જથ્થો લઈ જવાનો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જોકે તે સમયે સરધાર રોડ પરથી આવતા ક્રેટા કારના ચાલકે પોલીસને જોઈને કાર રોંગ સાઇડમાં ભગાવી હતી. જોકે તે સમયે તેણે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા સામેથી આવતી અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જેને લીધે કાર સાઈડમાં ઉતરી ગઈ હતી. એર બેગ ખૂલતાં બૂટલેગર બચી જતા પકડાયો અકસ્માત સર્જાતા એર બેગ ખૂલી ગઈ હતી. જેથી તે શખ્સ બચી ગયો હતો પરંતુ પોલીસના હાથે પકડાઈ ગયો હતો. પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા તે શહેરના દૂધસાગર રોડ ઉપર રહેતો અને મજૂરી કામ કરતો દિપક ઉર્ફે દિપક માજોડી મકવાણા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પાસેથી રૂ.57,600 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાત રાજકોટના વાવડી ગામે વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પટેલ ચોક પાસે રહેતી મહિલાએ ગળાફાંસો ખાઈ લીધાની ઘટના સામે આવી છે. 23 વર્ષીય ફુલકુમારી સીરપુજન રાય આજે 28 સપ્ટેમ્બરના બપોરના સમયે પોતાના ઘરે હતી ત્યારે ગળાફાંસો ખાઈ લેતા તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે તબીબોએ તેને તપાસી મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી જોકે યુવતીએ કયા કારણોથી આપઘાત કર્યો તે સામે આવ્યું નથી. ઘરેથી ફુગ્ગા વેચવા જવાનું કહીને નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યો રાજકોટમાં ફુગ્ગા વેંચવાનું કહીને ઘરેથી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળી આવ્યો છે. અમૂલ સર્કલ પાસે રહેતી 18 વર્ષીય સંગીતા કિશન કારોળીયા 27 સપ્ટેમ્બરના રવિવારે 2 વાગ્યા આસપાસ ઘરેથી નીકળી હતી અને આજે 28 સપ્ટેમ્બરના તેનો મૃતદેહ આજીડેમમાંથી મળ્યો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, સંગીતાના લગ્ન છ મહિના પહેલા જ થયા હતા. તેણીને બે બહેન અને એક ભાઈ છે. તે ઘર પાસેથી રિક્ષામાં બેસીને રવિવારી બજારમાં જાવ છું તેમ કહીને નીકળી હતી. બાદમાં આજે તેનો મૃત્યુ મળ્યો હતો. તેણી ફુગ્ગા વેચવાનું કામ કરતી હતી. નવોઢાએ આપઘાત કર્યો હોવાની શંકાએ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. સ્પીડ બ્રેકર ન દેખાતા બાઈક પર જતા યુવાનને માથામાં ગંભીર ઈજા થતા મૃત્યુ માલીયાસણ પાસે રવિવારે રાત્રે સ્પીડ બ્રેકર ન દેખાતા બાઈક સવાર યુવાન ભાવેશ તાલપરા રોડ પર પટકાયો હતો. જેને લીધે તેને માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવથી પરિવારમાં શોક છવાયો હતો. 33 વર્ષીય ભાવેશ શહેરના મોરબી રોડ પર રહે છે. જે 28 સપ્ટેમ્બરના રવિવારે રાત્રે 11 વાગ્યા આસપાસ માલીયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રી ગેટ અંદર બાઈક પર જઈ રહ્યો હતો, ત્યારે બાઈક સ્લીપ થતા માથે અને શરીરે ગંભીર ઈજા થઈ હતી. તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં તેનું ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.ભાવેશ એક ભાઈ અને એક બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ઓટો પાર્ટ્સનો કારખાનેદાર ઓનલાઈન જુગાર રમતા ઝડપાયો રાજકોટ PCBની ટીમે મંગળા મેઈન રોડ પરથી ઓટો પાર્ટ્સના કારખાનેદારને ઓનલાઇન જુગાર રમતા ઝડપી પાડ્યો હતો. પીસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ નામ પૂછતા પોતાનું નામ મોહિત જયેશ ગણાત્રા (30, ધંધો વેપાર, રહે. રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તે શખ્સ પાસે રહેલ મોબાઈલ ફોન ચેક કરતા તેમાં ઓલ પેનલ 777 નામની આઈડીમાં અલગ અલગ યુઝર આઇડી મારફતે જુગાર રમતો હોવાનું સામે આવતા તે શખ્સની ધરપકડ કરી સઘન પૂછતાછ હાજરી હતી. તે શખ્સને આઈડી આપનાર બુકી મોહિત રાયચૂરાનું નામ ખુલતા પોલીસે તેને પણ ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. ઓનલાઈન જુગાર રમતા પકડાયેલ મોહિત ગણાત્રા શાપરમાં ઓટો પાર્ટ્સનું કારખાનું ધરાવતો હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    GPSCમાં 7 નવા સભ્યોની નિમણૂક:ભરતી પ્રક્રિયાને મળશે વેગ; ઇન્ટરવ્યૂ સહિતની કાર્યવાહી ઝડપી બનવાની શક્યતા
    Next Article
    સુરતમાં UPના 2 યુવાન ₹9.40 લાખના હેરોઇન સાથે ઝડપાયા:વરાછા મેઘાણી ગાર્ડન પાછળ ડિલિવરી આપવા આવ્યા'ને અશ્વિનીકુમાર પોલીસે દબોચ્યા; ડ્રગ્સ નેટવર્કની તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment