Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં UPના 2 યુવાન ₹9.40 લાખના હેરોઇન સાથે ઝડપાયા:વરાછા મેઘાણી ગાર્ડન પાછળ ડિલિવરી આપવા આવ્યા'ને અશ્વિનીકુમાર પોલીસે દબોચ્યા; ડ્રગ્સ નેટવર્કની તપાસ શરૂ

    15 hours ago

    સુરતમાં નશાના સોદાગરો સામે પોલીસે લાલ આંખ કરી છે. વરાછા મીનીબજાર સ્થિત ઝવેરચંદ મેઘાણી ગાર્ડન પાછળ માદક પદાર્થ વેચવા આવેલા ઉત્તર પ્રદેશના બે શખ્સોને અશ્વિનીકુમાર પોલીસે બાતમીના આધારે કોર્ડન કરી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ₹9.40 લાખની કિંમતનું 47 ગ્રામ પ્રતિબંધિત મિક્સ હેરોઇન, મોબાઈલ અને રોકડ સહિત કુલ ₹9.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સ સુરતમાં કોને આપવાનું હતું અને ક્યાંથી લવાયું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ચોક્કસ બાતમી મળી અને પોલીસે વોચ ગોઠવી અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, બે શખ્સો નશીલા પદાર્થ સાથે ઝવેરચંદ મેઘાણી ગાર્ડનની પાછળ આવવાના છે. બાતમી મુજબના કપડાં પહેરેલા બંને યુવકો ગાર્ડન પાછળ શંકાસ્પદ હાલતમાં દેખાતાં જ પોલીસે આયોજનબદ્ધ રીતે ઘેરાબંધી કરીને બંનેને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ છૂટક મજૂરી કામ કરે છે પોલીસ પૂછપરછમાં પકડાયેલા શખ્સોની ઓળખ 21 વર્ષીય વિશાલ શ્રીકૃષ્ણ ગૌતમ અને 22 વર્ષીય રાજવિંદરસિંહ ઉર્ફે કુલવિંદરસિંહ જસવંતસિંહ વડવા તરીકે થઈ છે. બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને વ્યવસાયે છૂટક મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. કુલ 9.65 લાખનો મુદ્દામાલ જપ્ત ઝડપાયેલા બંને આરોપીઓની તલાશી લેતાં તેમની પાસેથી પ્લાસ્ટિકની ઝીપ બેગમાં રાખેલું 47 ગ્રામ પ્રતિબંધિત મિક્સ હેરોઇન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 1 કિલો હેરોઇનની કિંમત આશરે ₹2 કરોડ આંકવામાં આવે છે, જે મુજબ જપ્ત કરાયેલા હેરોઇનની કિંમત ₹9.40 લાખ થાય છે. આ ઉપરાંત પોલીસે ₹20,000 ની કિંમતના 2 મોબાઈલ ફોન અને ₹5,000 રોકડા મળીને કુલ ₹9,65,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી રિમાન્ડની તજવીજ અશ્વિનીકુમાર પોલીસે બંને આરોપીઓ સામે NDPS એક્ટની કલમ 8(સી), 21(બી) અને 29 મુજબ ગુનો દાખલ કર્યો છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ગાંજા જેવા પદાર્થો પકડાતા હોય છે, પરંતુ આટલા મોટા પાયે હેરોઇન મળવું ગંભીર બાબત છે. આ ડ્રગ્સ સુરતમાં કોને ડિલિવરી આપવાની હતી અને ઉત્તર પ્રદેશથી આ નેટવર્ક કોણ ઓપરેટ કરી રહ્યું છે તે જાણવા બંને આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસને જોઈ બુટલેગરે કાર ભગાવી!:રાજકોટ-ભાવનગર હાઇવે પર દારૂના જથ્થા સાથે જતા ક્રેટાચાલકે અકસ્માત સર્જ્યો, એરબેગ ખૂલી જતા શખ્સને પોલીસે પકડ્યો
    Next Article
    'Main Nahi Gaya Tha': Anil Kapoor Reveals Wife Sunita Went On Their Honeymoon Alone

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment