Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GPSCમાં 7 નવા સભ્યોની નિમણૂક:ભરતી પ્રક્રિયાને મળશે વેગ; ઇન્ટરવ્યૂ સહિતની કાર્યવાહી ઝડપી બનવાની શક્યતા

    16 hours ago

    રાજ્ય સરકારના GAD દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગના વહીવટી માળખાને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે GPSCમાં એકસાથે 7 નવા સભ્યોની નિમણૂક કરી છે. આ સંદર્ભે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આદેશ મુજબ તમામ નવા નિયુક્ત સભ્યો પોતાનો પદભાર સંભાળે તે તારીખથી તેમની નિમણૂક વિધિવત રીતે અમલમાં આવશે. નવા નિયુક્ત થયેલા 7 સભ્યોની યાદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર GPSCના સભ્ય તરીકે નીચે મુજબના મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે: ભરતી, ઇન્ટરવ્યૂ અને પરિણામોની ગતિ તેજ થશે GPSC દ્વારા રાજ્ય સરકારના વર્ગ-1, વર્ગ-2 અને વિવિધ તાંત્રિક-બિનતાંત્રિક સંવર્ગોની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. લાંબા સમયથી સભ્યોની સંખ્યા મર્યાદિત હોવાને કારણે ઇન્ટરવ્યૂ બોર્ડની રચના, દસ્તાવેજ ચકાસણી અને અંતિમ પસંદગી યાદી તૈયાર કરવામાં ખાસ્સો સમય લાગતો હતો. હવે એકસાથે 7 નવા સભ્યોનો સમાવેશ થવાથી આયોગનું સંખ્યાબળ વધશે. આ વધારાથી ખાસ કરીને પેન્ડિંગ ભરતી કેલેન્ડરને ઝડપથી પૂર્ણ કરવામાં, વિવિધ કેડરના ઇન્ટરવ્યૂ સુનિશ્ચિત કરવામાં તેમજ સમયસર પરિણામો જાહેર કરવામાં પારદર્શિતા અને ગતિશીલતા આવશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લાખો યુવા ઉમેદવારો માટે આ નિર્ણય અત્યંત આશાસ્પદ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    JSW Steel Q2 Results: Date, Dividend, Share Price, Earnings Call Schedule And More
    Next Article
    પોલીસને જોઈ બુટલેગરે કાર ભગાવી!:રાજકોટ-ભાવનગર હાઇવે પર દારૂના જથ્થા સાથે જતા ક્રેટાચાલકે અકસ્માત સર્જ્યો, એરબેગ ખૂલી જતા શખ્સને પોલીસે પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment