Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો:થાઈલેન્ડથી આવેલી ફ્લાઇટમાં સામાન ગાયબ, એરલાઇન્સ સ્ટાફના તોછડા વર્તનથી મામલો બિચક્યો

    10 hours ago

    અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મુસાફરો માટે ભારે હાલાકીનો બનાવ સામે આવ્યો છે. થાઈલેન્ડથી અમદાવાદ આવી પહોંચેલી ફ્લાઇટના મોટી સંખ્યામાં પ્રવાસીઓનો સામાન (બેગેજ) મિસિંગ થતાં એરપોર્ટ ટર્મિનલ પર ભારે હોબાળો મચી ગયો હતો. મુસાફરો ઇમિગ્રેશન ક્લિયરન્સની ઔપચારિકતાઓ પૂર્ણ કરી કન્વેયર બેલ્ટ પાસે પહોંચ્યા હતા, પરંતુ કલાકો સુધી રાહ જોવા છતાં પોતાનો લગેજ ન મળતાં મુસાફરો અકળાયા હતા. આ અંગે જ્યારે એરલાઇન્સના સ્થાનિક કર્મચારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી, ત્યારે સંતોષકારક ખુલાસો આપવાના બદલે સ્ટાફ દ્વારા તોછડું વર્તન કરવામાં આવતાં વિવાદ વધુ વકર્યો હતો. સ્થિતિ થાળે પાડવા વધારાનો સ્ટાફ મુકાયો વિવાદ વધતાં એરપોર્ટ પર અફરાતફરી સર્જાઈ હતી, જેને પગલે એરલાઇન્સ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે કાઉન્ટર પર વધારાના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા અને મુસાફરો પાસેથી તાબડતોબ મિસિંગ બેગેજના ક્લેઇમ ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરાઈ હતી. એરલાઇન્સના વરિષ્ઠ અધિકારીઓએ સ્થળ પર દોડી આવી મુસાફરોને ખાતરી આપી હતી કે તેમનો સામાન અન્ય કોઈ કનેક્ટિંગ ફ્લાઇટમાં છૂટી ગયો છે કે કેમ તેની ટેકનિકલ તપાસ ચાલી રહી છે અને લગેજ ટ્રેસ થતાં જ મુસાફરોના ઘરના સરનામે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ટર્મિનલ પર સુવિધાઓનો અભાવ અમદાવાદ એરપોર્ટ પરથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ તેની સામે ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને પાયાની પેસેન્જર સુવિધાઓ કથળી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ખાસ કરીને મોડી રાત્રે એકસાથે આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના સમયે ઇમિગ્રેશન, કસ્ટમ્સ ચેકિંગ અને લગેજ કન્વેયર બેલ્ટ પર લાંબી કતારો સર્જાતી હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. થાઈલેન્ડ ફ્લાઇટના સામાન ગાયબ થવાના આ તાજેતરના બનાવે એરપોર્ટના સંચાલન અને એરલાઇન્સ સેવાઓની વિશ્વસનીયતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ખડા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી જંગ:ફોર્મ ચકાસણીમાં મેન્ડેટની ક્ષતિઓ અને ત્રિસંતાન નિયમના કારણે અનેક ફોર્મ રદ, મેદાનમાં 137 ઉમેદવારો યથાવત
    Next Article
    મેકડોનાલ્ડ્સના કોલ્ડ્રિંક્સમાંથી જીવડું નીકળતા હંગામો:સ્વચ્છતા અને ખરાબ ઓઇલ મુદ્દે મહેસાણા ફૂડવિભાગે આઉટલેટ બંધ કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment