Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેકડોનાલ્ડ્સના કોલ્ડ્રિંક્સમાંથી જીવડું નીકળતા હંગામો:સ્વચ્છતા અને ખરાબ ઓઇલ મુદ્દે મહેસાણા ફૂડવિભાગે આઉટલેટ બંધ કરાવ્યું

    10 hours ago

    મહેસાણાના નાગલપુર સ્થિત જાણીતી ફાસ્ટ ફૂડ ચેઇન મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહક સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. શહેરના બે યુવાનો મેકડોનાલ્ડ્સ આઉટલેટ પર બર્ગર અને કોલ્ડ્રિંક્સ કોક લેવા માટે ગયા હતા, જ્યાં કોલ્ડ્રિંક્સ પીતી વખતે ગ્રાહક યુવકને ડ્રિંકની અંદર એક જીવડું તણાઈ આવેલું દેખાયું હતું. આ બાબતે યુવકોએ સ્થાનિક સ્ટાફને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી, પરંતુ સ્ટાફે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે બહારથી જીવડું ઉડીને આવ્યું હોવાનું બહાનું કાઢી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. ફૂડ વિભાગે સંચાલકોને સુધારા નોટિસ ફટકારી છે અને આઉટલેટને બંધ કરાવી દીધું છે. વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો યોગ્ય પ્રતિસાદ ન મળતા નારાજ થયેલા ગ્રાહક તીર્થ પટેલે સ્થળ પર પોલીસ કંટ્રોલ રૂમ (PCR) બોલાવી હતી. સ્ટાફ તરફથી કોઈ સંતોષકારક પગલાં ન લેવાતાં યુવકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ વીડિયો જોતજોતામાં ખૂબ વાયરલ થતાં સમગ્ર મહેસાણા શહેરમાં ચકચાર મચી ગઈ હતી અને મેકડોનાલ્ડ્સની સ્વચ્છતા પર ગંભીર સવાલો ઊભા થયા હતા. ગુણવત્તા વગરનું ખરાબ ફ્રાય ઓઈલ મળ્યું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને ધ્યાને લઈ ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરીએ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મેકડોનાલ્ડ્સના કિચનમાં ભારે અસ્વચ્છતા, જરૂરી ડોક્યુમેન્ટેશનનો અભાવ તેમજ ગુણવત્તા વગરનું ખરાબ ફ્રાય ઓઈલ મળી આવ્યું હતું. જરૂરી સુધારા-વધારા કર્યા બાદ ફરી શરૂ કરી શકશે આ ગંભીર બેદરકારી સામે આવતા ફૂડ વિભાગે તાત્કાલિક અસરથી સંચાલકોને સુધારા નોટિસ ફટકારી છે અને આઉટલેટને બંધ કરાવી દીધું છે. ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જરૂરી સુધારા-વધારા કર્યા બાદ અને ધોરણો પૂર્ણ કર્યા પછી જ આ યુનિટ પુનઃ શરૂ કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો:થાઈલેન્ડથી આવેલી ફ્લાઇટમાં સામાન ગાયબ, એરલાઇન્સ સ્ટાફના તોછડા વર્તનથી મામલો બિચક્યો
    Next Article
    મિશન ક્લીન વડોદરા:મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનમાં ગંદકી કરનારાઓ સામે લાલ આંખ, 11.41 લાખના દંડ સાથે 10 એકમો સીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment