Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી જંગ:ફોર્મ ચકાસણીમાં મેન્ડેટની ક્ષતિઓ અને ત્રિસંતાન નિયમના કારણે અનેક ફોર્મ રદ, મેદાનમાં 137 ઉમેદવારો યથાવત

    11 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આજે હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રોની સઘન ચકાસણી (Scrutiny) દરમિયાન મેન્ડેટનો અભાવ, ટેકેદારોની ઘટ, એફિડેવિટની ક્ષતિઓ તેમજ ત્રણ બાળકોના કાયદાકીય નિયમ જેવા વિવિધ કારણોસર મોટાપાયે ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા. શહેરના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે રજૂ થયેલા 203 ઉમેદવારી પત્રો પૈકી 66 ફોર્મ રદ થતાં વર્તમાન તબક્કે 137 માન્ય ઉમેદવારો ચૂંટણી જંગમાં બાકી રહ્યા છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી આ સંખ્યામાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા છે. 'આપ' ઉમેદવાર 3 સંતાનોના નિયમમાં સપડાયા ચકાસણી પ્રક્રિયા દરમિયાન કેટલાક મુખ્ય પક્ષોના અધિકૃત ઉમેદવારોના ફોર્મ પણ નિયમભંગના કારણે રદ થયા હતા. વોર્ડ નંબર-2માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવિણભાઈ ખોડાભાઈ દંતાણીને ત્રણ સંતાન હોવાના આધાર પુરાવા સામે આવતાં ચૂંટણી તંત્ર દ્વારા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર-5 માં 'આપ'ના જીતેન્દ્રસિંહ કેસરીસિંહ ચૌહાણનું ફોર્મ પાર્ટી મેન્ડેટના અભાવે અમાન્ય ઠર્યું હતું, જ્યારે વોર્ડ-9માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂમિકાબેન પ્રજ્ઞેશભાઈ વાઘેલાનું ફોર્મ નિયત એફિડેવિટ રજૂ ન કરવા બદલ રદ કરાયું હતું. આ ઉપરાંત વોર્ડ-10 માં 'આપ'ના ડમી ઉમેદવાર હાર્દિક તલાટીનું ફોર્મ કોર્ટની ન્યાયિક કાર્યવાહીના સંદર્ભે અમાન્ય બન્યું હતું. વોર્ડ મુજબ ઉમેદવારી પત્રોની સ્થિતિ: આવતીકાલે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ જ ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો પર ખરાખરીના જંગનું અંતિમ ચિત્ર અને પક્ષો વચ્ચેની સીધી કે ત્રિપાંખીયા મુકાબલાની સ્થિતિ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    રેલવેની ગુજરાતને ભેટ, વેરાવળ-ઓખાથી સીધી હરિદ્વારની બે ટ્રેન શરૂ થશે:2 નવી એસી ટ્રેનને મંજૂરી, સૌરાષ્ટ્રના યાત્રાળુઓ માટે હરિદ્વાર જવું સરળ બનશે
    Next Article
    અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો:થાઈલેન્ડથી આવેલી ફ્લાઇટમાં સામાન ગાયબ, એરલાઇન્સ સ્ટાફના તોછડા વર્તનથી મામલો બિચક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment