Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોને અગવડ ન પડે તે માટે ડ્રાફ્ટમાં ફેરફાર થશે:ઈકો-સેન્સિટિવ ઝોનમાં મર્યાદા ઘટાડવા સરકાર પોઝિટિવ, રિવ્યૂ બેઠક યોજાઈ

    1 day ago

    ઈકો-સેન્સિટિવ ઝોન (ESZ)ના ડ્રાફ્ટને લઈને રાજ્ય સરકાર દ્વારા આજે રિવ્યૂ બેઠક યોજાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, 2024માં રજૂ થયેલા ડ્રાફ્ટમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ તથા હાઈકોર્ટમાં ચાલી રહેલી પિટિશન સહિતના મુદ્દાઓ પર જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. ધારાસભ્યો, સાંસદો અને આગેવાનો દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓને ધ્યાનમાં લઈને ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. જીવન નિર્વાહ કરતા લોકોને પણ મુશ્કેલી ન પડે તે મુદ્દે ચર્ચા મંત્રી માળીએ કહ્યું કે ખેડૂતોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે બાબતે બેઠકમાં સહમતિ બની છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત નાના વેપારીઓ અને રોજગાર કરીને જીવન નિર્વાહ કરતા લોકોને પણ મુશ્કેલી ન પડે તે મુદ્દે ચર્ચા થઈ છે. ESZ અંગે અંતિમ ડ્રાફ્ટ ભારત સરકારને મોકલવાનો હોવાથી રાજ્ય સરકાર તરફથી આ બાબતે પોઝિટિવ વલણ દર્શાવવામાં આવ્યું છે. ESZની મર્યાદા ઘટાડવા પણ સરકાર પોઝિટિવ ઈકો-સેન્સિટિવ ઝોનની મર્યાદા એટલે કે કેટલા કિલોમીટર સુધી ઝોન લાગુ પડશે તે અંગેના સવાલના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ESZનો મુદ્દો માત્ર રાજ્ય સરકારનો નહીં પરંતુ ભારત સરકારના સ્તરે તમામ રાજ્યોને લાગુ પડતો વિષય છે. તેથી મર્યાદામાં ઘટાડો કરવાનો હોય કે અન્ય બાબતોનો સમાવેશ કરવાનો હોય, રાજ્ય સરકાર આ મુદ્દાઓને પોઝિટિવ રીતે ભારત સરકાર સમક્ષ રજૂ કરશે. નર્મદામાં ખેડૂતોના દાવા અંગે મંત્રીની અપીલ નર્મદા જિલ્લામાં જમીન અંગે ફરી ખેડૂતોની સમસ્યા ઊભી થવાના સવાલે મંત્રીએ જણાવ્યું કે અગાઉ થયેલી સહમતિ મુજબ જે ખેડૂતોના દાવા 90 દિવસની અંદર મંજૂર કરવાના છે, તે માટે ટ્રાયબલ, ફોરેસ્ટ અને રેવન્યૂ વિભાગ દ્વારા સંયુક્ત પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. મંત્રીએ અપીલ કરી કે જે લોકોના દાવા અથવા અરજીઓ કરવાની બાકી હોય તેઓ આ પ્રક્રિયામાં જોડાય, જેથી તેમને નિયમ મુજબ ન્યાય મળી શકે.
    Click here to Read More
    Previous Article
    શ્રમજીવી પરિવારોના બાળકો રોબોટિક્સમાં રચશે ઈતિહાસ:સુરતની સુમન હાઈસ્કૂલના 20 વિદ્યાર્થી ગોવા રાષ્ટ્રીય કક્ષાની WSRO ચેમ્પિયનશિપ ગજવશે
    Next Article
    મોટા યક્ષ મેળામાં રંગીન કોટન કેન્ડી સામે કાર્યવાહી:FDCAએ 1000થી વધુ નંગનો સ્થળ પર જ નાશ કર્યો, વેપારીઓને સમજાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment