Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રમજીવી પરિવારોના બાળકો રોબોટિક્સમાં રચશે ઈતિહાસ:સુરતની સુમન હાઈસ્કૂલના 20 વિદ્યાર્થી ગોવા રાષ્ટ્રીય કક્ષાની WSRO ચેમ્પિયનશિપ ગજવશે

    1 day ago

    સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે પોતાની ટેકનોલોજીકલ પ્રતિભા દર્શાવવા માટે સજ્જ બન્યા છે. ગોવા ખાતે 26 અને 27 સપ્ટેમ્બર 2026 દરમિયાન પેડમ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારી વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ (WSRO) નેશનલ ચેમ્પિયનશિપ 2026માં સુરતની સુમન શાળાઓના 20 તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. 8 શહેરોમાંથી 400 જેટલી ટીમો તથા 1000થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લેશે વિદ્યાર્થીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સ ક્ષેત્રે નવા ઇનોવેશન તેમજ ટેકનિકલ કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા નવ વર્ષથી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે WSRO નું સફળ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગોવા ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશના 6 રાજ્યો અને 8 શહેરોમાંથી 400 જેટલી ટીમો તથા 1000 થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લેશે. આ કટોકટ સ્પર્ધામાં ટોચની પ્રથમ ત્રણ ટીમો આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવશે. AI, રોબોટિક્સ, ડ્રોન અને 3-D પ્રિન્ટિંગ જેવી અદ્યતન ટેકનોલોજીનું પ્રશિક્ષણ સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 18 સુમન શાળાઓમાં અભ્યાસ કરતા શ્રમજીવી અને સામાન્ય પરિવારોના બાળકો પણ આધુનિક યુગ સાથે કદમ મિલાવી શકે તે હેતુથી વિશેષ પહેલ કરવામાં આવી છે. આ શાળાઓમાં AI, રોબોટિક્સ, ડ્રોન અને 3-D પ્રિન્ટિંગ જેવી અદ્યતન ટેકનોલોજીનું પ્રશિક્ષણ આપવા માટે 12 અત્યાધુનિક લેબ કાર્યરત કરવામાં આવી છે. નિષ્ણાત ટ્રેનરો દ્વારા હાલ 11,000 થી વધુ વિદ્યાર્થીઓ અને 230 થી વધુ શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. 20 વિદ્યાર્થીઓની ટીમ ગોવા રવાના થઈ ગત વર્ષે પણ સુમન હાઈસ્કૂલની એક ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન દાખવીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની જગ્યા બનાવી હતી. આ પરંપરાને આગળ ધપાવતાં અને ગત વર્ષની સફળતાને દોહરાવવા માટે સુમન હાઈસ્કૂલના 20 વિદ્યાર્થીઓની ટીમ આ વર્ષે ગોવા ખાતે વિજયના સંકલ્પ સાથે રવાના થઈ રહી છે. ગરીબ અને શ્રમજીવી વર્ગના આ બાળકોનું ટેકનોલોજી ક્ષેત્રે રાષ્ટ્રીય મંચ સુધી પહોંચવું એ સુરત મનપાના શિક્ષણ ક્ષેત્રે લેવાયેલા પ્રશંસનીય પગલાંનું સાર્થક પરિણામ દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાના સોમનાથ ચોકડી પાસે બોલાચાલી બાદ યુવક પર હુમલો:સમાધાન માટે ગયેલા પરિવારની કારના કાચ ફોડી મારી નાખવાની ધમકી આપી
    Next Article
    ખેડૂતોને અગવડ ન પડે તે માટે ડ્રાફ્ટમાં ફેરફાર થશે:ઈકો-સેન્સિટિવ ઝોનમાં મર્યાદા ઘટાડવા સરકાર પોઝિટિવ, રિવ્યૂ બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment