Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાના સોમનાથ ચોકડી પાસે બોલાચાલી બાદ યુવક પર હુમલો:સમાધાન માટે ગયેલા પરિવારની કારના કાચ ફોડી મારી નાખવાની ધમકી આપી

    1 day ago

    મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની બોલાચાલીની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કરી તેને ઇજાગ્રસ્ત કરવાનો અને બાદમાં સમાધાન માટે ગયેલા તેના પરિવારજનો પર પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે ભોગ બનનાર યુવકે હોસ્પિટલની વર્ધીના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. કારમાંથી ઉતરી જવાનું કહેતા જ દેવાંગ ઉશ્કેરાઈ ગયો ઘટનાની મળતી વિગતો અનુસાર મહેસાણાના સોમનાથ રોડ પર આવેલી સુવર્ણ વિલા સોસાયટીમાં રહેતા અને અભ્યાસ કરતા 21 વર્ષીય કુલદીપકુમાર અજીતભાઈ મકવાણા પોતાના મિત્ર દેવાંગ સોલંકી (રહે. અટલ સ્પોર્ટ્સ બાજુમાં, મહેસાણા) સાથે મિત્રની કાર લઈને વડોસણ ખાતે ચામુંડા માતાના દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે સોમનાથ ચોકડી ખાતે કુલદીપે દેવાંગને કારમાંથી ઉતરી જવાનું કહેતા જ દેવાંગ ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી કરી હતી. ત્યારબાદ દેવાંગ ઘર આગળ પહોંચીને ગાળો બોલી કાર પર પાટા મારવા લાગ્યો હતો. હુમલો કર્યો અને કાન પર બચકું ભરી લીધું આ બોલાચાલી બાદ કુલદીપ પોતાના ઘરે જતો રહ્યો હતો. જમીને બહાર નીકળેલા કુલદીપ જ્યારે સિદ્ધાર્થ સ્કૂલ પાસે પહોંચ્યો ત્યારે બે એક્ટિવા પર દેવાંગ સહિત અન્ય ઈસમો ત્યાં આવી પહોંચ્યા હતા. દેવાંગે પોતાના હાથમાં રહેલા પંચ જેવા હથિયારથી કુલદીપને માથાના જમણા ભાગે કાનની ઉપરના ભાગે મારી દીધું હતું અને કાન પર બચકું ભરી લીધું હતું. આ સાથે આવેલા અન્ય ઈસમોમાંથી એક પાસે લાકડાનો ધોકો હતો અને તમામ લોકોએ મળીને કુલદીપને ગડડાપાટુનો ઢોર માર માર્યો હતો. આ સમયે કુલદીપનો કુટુંબી ભાઈ મેહુલ મકવાણા ત્યાંથી પસાર થતાં તે વચ્ચે પડ્યો હતો, જેથી હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. એક શખસે ઉશ્કેરાઈને કાર પર પથ્થરમારો કર્યો ઈજાગ્રસ્ત કુલદીપ ઘરે પહોંચી સમગ્ર ઘટનાની જાણ પિતા અજીતભાઈને કરી હતી. જેથી બાબતનો સુખાંત ઉકેલ લાવવા માટે કુલદીપ, તેના પિતા અજીતભાઈ અને ભાઈ મેહુલ ત્રણેય જણા દેવાંગના ઘરે સમજાવટ માટે ગયા હતા. જોકે, ત્યાં દેવાંગના પિતા, માતા, બહેન અને અન્ય એક ઈસમે ઉશ્કેરાઈને તેમની કાર પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેના કારણે કારના કાચ તૂટી ગયા હતા. આ સાથે જ 'હવે પછી અમારું નામ લેશો તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી પણ આપી હતી. હુમલો કરનાર તમામ શખસ સામે ફરિયાદ નોંધાઈ કાન અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાથી કુલદીપને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણાની લાયન્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી લાયન્સ હોસ્પિટલ વર્ધી મળતા એ ડિવિઝન પોલીસે હોસ્પિટલ પહોંચી કુલદીપકુમારનું નિવેદન લીધું હતું. આ બનાવ સિદ્ધાર્થ સ્કૂલ તથા અટલ સ્પોર્ટ્સ પાસે બન્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે હુમલો કરનાર તમામ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કડી-નંદાસણ રોડ પર પતંગના ગોડાઉનમાં ભીષણ આગ:લાખોનો માલ બળીને ખાખ, ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી
    Next Article
    શ્રમજીવી પરિવારોના બાળકો રોબોટિક્સમાં રચશે ઈતિહાસ:સુરતની સુમન હાઈસ્કૂલના 20 વિદ્યાર્થી ગોવા રાષ્ટ્રીય કક્ષાની WSRO ચેમ્પિયનશિપ ગજવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment