Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડી-નંદાસણ રોડ પર પતંગના ગોડાઉનમાં ભીષણ આગ:લાખોનો માલ બળીને ખાખ, ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી

    1 day ago

    મહેસાણા જિલ્લાના કડી-નંદાસણ રોડ પર આવેલા રણછોડરાય ઔદ્યોગિક એસ્ટેટમાં એક પતંગના મોટા ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં કાગળ અને પ્લાસ્ટિક જેવો જ્વલનશીલ માલસામાન હોવાના કારણે જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર પરિસરને લપેટમાં લઈ લીધું હતું. આગ એટલી પ્રચંડ હતી કે દૂર-દૂર સુધી આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા, જેને પગલે આસપાસના ઔદ્યોગિક એકમો અને સ્થાનિક રહીશોમાં ભારે નાસભાગ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. કડી અને મહેસાણા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કડી નગરપાલિકા ફાયર વિભાગના બે ફાયર ફાઇટરો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે, આગ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી હોવાથી મહેસાણા ફાયર વિભાગની પણ વધારાની મદદ બોલાવવામાં આવી હતી. બંને ટીમોના ફાયર જવાનોએ સંયુક્ત મોરચો સંભાળીને સતત પાણીનો જોરદાર મારો ચલાવ્યો હતો અને કલાકોની ભારે જહેમત બાદ આગને વધુ પ્રસરતી અટકાવી કાબૂ મેળવ્યો હતો. પતંગનો આખો સ્ટોક બળીને ખાખ આ આગની દુર્ઘટનામાં ગોડાઉનમાં સંગ્રહિત પતંગ, દોરી અને અન્ય પેકિંગ સામગ્રીનો સમગ્ર જથ્થો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો. ઉત્તરાયણ પર્વની તૈયારીઓ માટે રાખવામાં આવેલો માલ નાશ પામતાં ગોડાઉન માલિક તથા વેપારીને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે. સદનસીબે આગની ઘટના સમયે કોઈ કામદાર ફસાયા ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    67 ગ્રામ મેફેડ્રોન સાથે શખ્સ ઝડપાયો:મોરબીમાં NDPSના ગુનામાં 2 માસથી નાસતો ફરતો આરોપી માદક પદાર્થની ડિલિવરી કરવા આવ્યો ને' પકડાયો
    Next Article
    મહેસાણાના સોમનાથ ચોકડી પાસે બોલાચાલી બાદ યુવક પર હુમલો:સમાધાન માટે ગયેલા પરિવારની કારના કાચ ફોડી મારી નાખવાની ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment