Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    67 ગ્રામ મેફેડ્રોન સાથે શખ્સ ઝડપાયો:મોરબીમાં NDPSના ગુનામાં 2 માસથી નાસતો ફરતો આરોપી માદક પદાર્થની ડિલિવરી કરવા આવ્યો ને' પકડાયો

    1 day ago

    રાજકોટ શહેરમાં નશીલા પદાર્થનું બેફામ વેચાણ અને સેવન થઈ રહ્યું છે ત્યારે મોરબીમાં NDPS ના ગુનામાં નાસતા ફરતા શખ્સને SOG પોલીસે ક્રેટા કારમાંથી 67.26 ગ્રામ મેફેડ્રોન, બે મોબાઇલ સહિત રૂ.11.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે મોરબીથી કારમાં મેફેડ્રોનનો જથ્થો લઈ ભગવતીપરામાં આવતો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી જગદીશ ગોગરાને ઝડપી પાડ્યો છે. પોલીસે તેના વિરુધ્ધ NDPS એક્ટ હેઠળ ગૂનો નોંધી આ જથ્થો કોણે મોકલ્યો અને કોને સપ્લાય કરવા જતો હતો તે અંગે ઝડપાયેલા શખ્સની પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે. પાનકાર્ડ અને RC બુક સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો રાજકોટ SOG પોલીસને બાતમી મળી હતી કે, જગદીશ ઉર્ફે જીગર ઉર્ફે જગો જીલુભાઈ ગોગરા (ઉં.વ.31, રહે. મોરબી) સફેદ રંગની ક્રેટા કાર નંબર GJ-01-HY-6297માં ભગવતીપરા શેરી નં.19 પાસે આવવાનો છે. જેથી SOGની ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી 67.26 ગ્રામ મેફેડ્રોન, સેમસંગ ગેલેક્સી S26 મોબાઇલ, આઇફોન 17 પ્રો મોબાઇલ, ક્રેટા ફોર-વ્હીલ કાર, પોકેટ સાઇઝ વજનકાંટો, પ્લાસ્ટિકની વેક્યૂમ પેક કોથળીઓ, પાનકાર્ડ અને RC બુક સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. 8 લાખની ક્રેટા કાર સહિત રૂ.11,26,970 નો મુદ્દામાલ કબજે પોલીસે કબજે કરેલા મુદ્દામાલની કુલ કિંમત 11,26,970 હોવાનું જાહેર કર્યું છે. આરોપી સામે રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલ આરોપી સામે આશરે બે મહિના અગાઉ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને તે કેસમાં તે નાસતો ફરતો હતો. પોલીસે રૂ.2,01,780 ની કિંમતનો 67.26 ગ્રામ મેફેડ્રોન, રૂ.1.20 લાખની કિંમતના બે મોબાઇલ ફોન, રૂ.8 લાખની ક્રેટા કાર સહિત રૂ.11,26,970 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરના ગીતામંદિર પાસે ગરબા મહોત્સવને મંજૂરી ન આપવા માંગ:સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પાર્કિંગ, ટ્રાફિક અને અવાજ પ્રદુષણની સમસ્યા જણાવી
    Next Article
    કડી-નંદાસણ રોડ પર પતંગના ગોડાઉનમાં ભીષણ આગ:લાખોનો માલ બળીને ખાખ, ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment