Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના ગીતામંદિર પાસે ગરબા મહોત્સવને મંજૂરી ન આપવા માંગ:સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પાર્કિંગ, ટ્રાફિક અને અવાજ પ્રદુષણની સમસ્યા જણાવી

    1 day ago

    જામનગરના ગીતામંદિર સામે યોજાનાર “જામનગર જેન્ઝી ગરબા મહોત્સવ”ને લઈને સ્થાનિકોમાં નારાજગી છે. ગીતામંદિર સહિત આસપાસના રહેણાંક વિસ્તારના લોકોએ આ મહોત્સવને મંજૂરી ન આપવા માંગ કરી છે. સ્થાનિકોના કહેવા મુજબ, રહેણાંક વિસ્તાર નજીક મોટા ગરબા મહોત્સવથી પાર્કિંગ, ગંદકી, ટ્રાફિક અને અવાજ પ્રદુષણ જેવી સમસ્યાઓ ઉભી થશે. તેનાથી રહેવાસીઓ, મહિલાઓ, બાળકો અને વડીલોને મુશ્કેલી પડશે. આ અંગે ગીતામંદિર સહિત આજુબાજુના વિસ્તારના રહેવાસીઓએ જામનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તેમણે રહેણાંક વિસ્તારની શાંતિ અને સુવિધા જાળવવા આ સ્થળે ગરબા મહોત્સવની મંજૂરી ન આપવા વિનંતી કરી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે, કોઈપણ જાહેર કાર્યક્રમને મંજૂરી આપતી વખતે રહેવાસીઓની સુવિધા, ટ્રાફિક, પાર્કિંગ, સ્વચ્છતા અને અવાજ પ્રદુષણનું ધ્યાન રાખવામાં આવે. તંત્ર તેમની રજૂઆત પર યોગ્ય તપાસ કરી સમસ્યાનો ઉકેલ લાવે.
    Click here to Read More
    Previous Article
    ફોર્ચ્યુન હોસ્પિટલમાં દર્દીના મોત પછી ડોક્ટરોએ કલેક્ટર-એસપીને રજૂઆત કરી:પથરીના ઓપરેશન બાદ ઇન્ફેક્શનથી મોત; સંબંધીઓના આક્ષેપો પાયાવિહોણા હોવાનો દાવો
    Next Article
    67 ગ્રામ મેફેડ્રોન સાથે શખ્સ ઝડપાયો:મોરબીમાં NDPSના ગુનામાં 2 માસથી નાસતો ફરતો આરોપી માદક પદાર્થની ડિલિવરી કરવા આવ્યો ને' પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment