Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા યક્ષ મેળામાં રંગીન કોટન કેન્ડી સામે કાર્યવાહી:FDCAએ 1000થી વધુ નંગનો સ્થળ પર જ નાશ કર્યો, વેપારીઓને સમજાવ્યા

    1 day ago

    નખત્રાણા તાલુકામાં યોજાઈ રહેલા પ્રસિદ્ધ મોટા યક્ષના મેળામાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA), ભુજ-કચ્છ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હોવાથી ખાદ્ય પદાર્થોના વેચાણમાં સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમોનું પાલન થાય તે માટે અધિકારીઓ દ્વારા વિવિધ સ્ટોલ અને ખાદ્ય સામગ્રીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર એસ. બી. પટેલ અને એમ. એમ. પટેલની ટીમે મેળાના પરિસરમાં વેચાણ માટે રાખવામાં આવેલી કોટન કેન્ડીની પણ તપાસ કરી હતી. તપાસ દરમિયાન કૃત્રિમ રંગો અને એસન્સનો ઉપયોગ કરાયેલી મોટી માત્રામાં કોટન કેન્ડી મળી આવી હતી. ગ્રાહકો, ખાસ કરીને બાળકોને આકર્ષવા માટે રંગબેરંગી બનાવવામાં આવેલી આ કોટન કેન્ડીના આશરે એક હજારથી વધુ નંગ અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. આરોગ્યની દૃષ્ટિએ યોગ્ય ન ગણાતા આ જથ્થાનો નિયમ મુજબ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ ખાદ્ય ચીજોમાં ઉપયોગમાં લેવાતા રંગો તથા તેની ગુણવત્તા અંગે વેપારીઓને જરૂરી સમજ પણ આપી હતી. મેળામાં આવતા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી વખતે સ્વચ્છતા, ગુણવત્તા અને સલામતીના નિયમોનું પાલન કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. FDCAની કાર્યવાહીને પગલે મેળાના વાતાવરણમાં પણ તાત્કાલિક અસર જોવા મળી હતી. રંગીન કોટન કેન્ડીના વેચાણમાં ઘટાડો કરી કેટલાક વેપારીઓ દ્વારા સફેદ કોટન કેન્ડીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. મેળામાં મોટી સંખ્યામાં પરિવારો અને બાળકોની હાજરીને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી વિભાગે નાગરિકોને પણ ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદતી વખતે સાવચેતી રાખવા અપીલ કરી હતી. ખાસ કરીને અસામાન્ય રીતે ચટક રંગ ધરાવતા ખાદ્ય પદાર્થોની પસંદગી કરતી વખતે તેની ગુણવત્તા અને સલામતી અંગે જાગૃત રહેવા જણાવાયું હતું. FDCA ભુજ-કચ્છ દ્વારા આગામી દિવસોમાં પણ મેળા સહિતના જાહેર સ્થળોએ ખાદ્ય ચીજવસ્તુઓની ચકાસણી ચાલુ રાખવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોને અગવડ ન પડે તે માટે ડ્રાફ્ટમાં ફેરફાર થશે:ઈકો-સેન્સિટિવ ઝોનમાં મર્યાદા ઘટાડવા સરકાર પોઝિટિવ, રિવ્યૂ બેઠક યોજાઈ
    Next Article
    India Sends 3 Tonnes Of Anti-Tuberculosis Medicines To Sri Lanka

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment