Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકસિત ભારતના નિર્માણ માટે 'સંસ્કારશાળા'નો અનોખી પહલ:જૂનાગઢ અને ગીર સોમનાથની શાળાઓમાં બાળકો મેળવી રહ્યા છે મૂલ્યશિક્ષણ

    23 hours ago

    ભારતને એક સક્ષમ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે માત્ર આર્થિક પ્રગતિ જ પૂરતી નથી, પરંતુ તેની સાથે સાથે નવી પેઢીમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવું પણ એટલું જ અનિવાર્ય છે. આ જ ઉમદા વિચારધારાને સાકાર કરવાના હેતુથી ‘સંસ્કારશાળા’ દ્વારા શાળાના બાળકોમાં વિશિષ્ટ સંસ્કાર, નીતિમત્તા અને જીવનમૂલ્યો કેળવવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવી રહ્યું છે. મૂલ્યશિક્ષણને બોજરૂપ નહીં, રસપ્રદ બનાવવા પ્રયાસ આજના આધુનિક યુગમાં બાળકો પર શિક્ષણનો ભાર વધતો જઈ રહ્યો છે, ત્યારે મૂલ્યશિક્ષણ બાળકોને બોજરૂપ ન લાગે પરંતુ અત્યંત રસપ્રદ અનુભવાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે સંસ્કારશાળા દ્વારા આકર્ષક પુસ્તકો, ઇન્ટરેક્ટિવ ડિજિટલ સામગ્રી અને વિઝ્યુઅલ વીડિયોનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી બાળકો સરળતાથી અને ઉત્સાહપૂર્વક જોડાયેલા રહે. બાળકોમાં નૈતિકતાનો પાયો મજબૂત બન્યો સંસ્કારશાળાની શિક્ષણ પદ્ધતિ ખૂબ જ આગવી અને મનોરંજક છે. અહીં વાર્તાઓ, વિવિધ પ્રવૃત્તિઓ અને આધુનિક દૃશ્ય-શ્રાવ્ય (ઓડિયો-વિઝ્યુઅલ) માધ્યમો દ્વારા બાળકો સારા મૂલ્યોને રમત-રમતમાં અને અત્યંત સહજતાથી પોતાના જીવનમાં આત્મસાત્ કરે છે. આ અભિગમને કારણે બાળકોમાં નૈતિકતાનો પાયો ખૂબ જ મજબૂત બની રહ્યો છે. જૂનાગઢ, ગીર સોમનાથની 43 શાળાઓમાં પ્રોજેક્ટ હાલના તબક્કે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની 43 શાળાઓમાં આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે, જેના માધ્યમથી 9,000થી વધુ બાળકો સંસ્કારશાળા દ્વારા મૂલ્યશિક્ષણ મેળવી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે મળી રહેલા આ સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, સંસ્કારશાળાનું આગામી લક્ષ્ય ટૂંક સમયમાં રાજ્યની વધુ હજારો શાળાઓ સુધી પહોંચવાનું છે, જેથી મહત્તમ બાળકો આ ઉત્તમ શિક્ષણનો લાભ લઈ શકે. આજના સંસ્કારી, નૈતિક અને ગુણવાન બાળકો જ આવતીકાલના જવાબદાર અને સજાગ નાગરિકો બનશે. બાળકોના ઘડતરમાં થતું આ નૈતિક સિંચન જ ભવિષ્યના વિકસિત ભારતનો સાચો અને મજબૂત પાયો સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    ખનિજ વિકાસ નિગમના MD બદલાયા:અજય ભાદૂની વાપસી, રૂપવંતસિંહને વધારાનો હવાલો હટાવાયો
    Next Article
    'જીતે ત્યાં લોકશાહી અને હારે ત્યાં વોટ ચોરી!':વડોદરા ભાજપનો કોંગ્રેસ પર પલટવાર, ચૂંટણી પંચ પરના આક્ષેપોને ગણાવ્યા જૂઠાણાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment