Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખનિજ વિકાસ નિગમના MD બદલાયા:અજય ભાદૂની વાપસી, રૂપવંતસિંહને વધારાનો હવાલો હટાવાયો

    1 day ago

    ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વરિષ્ઠ આઈએએસ (IAS) અધિકારીઓની જવાબદારીમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારમાં પુનઃ પરત ફરેલા 1999ની બેચના સિનિયર IAS અધિકારી અજય ભાદૂને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) ના નવા મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સત્તાવાર જાહેરનામું બહાર પડાયું સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, અજય ભાદૂની સેવાઓ ઉદ્યોગ અને ખાણ વિભાગને સોંપવામાં આવી છે અને તેમને તુરંત અસરથી જીએમડીસી (GMDC) ના મેનેજિંગ ડિરેક્ટર પદની કમાન સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી અનુભવ ધરાવતા અજય ભાદૂની નિમણૂકથી કોર્પોરેશનની કામગીરીને વધુ વેગ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે. રૂપવંતસિંહ પાસેથી વધારાનો ચાર્જ પરત લેવાયો આ નવી નિમણૂકની સાથોસાથ, અત્યાર સુધી GMDCના MD તરીકેનો વધારાનો કાર્યભાર સંભાળી રહેલા સિનિયર IAS અધિકારી રૂપવંતસિંહ પાસેથી આ પદનો હવાલો પરત લેવામાં આવ્યો છે. સરકારી આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અજય ભાદૂ દ્વારા વિધિવત રીતે પદભાર સંભાળવામાં આવતાં જ રૂપવંતસિંહ જીએમડીસીના મેનેજિંગ ડિરેક્ટર પદના વધારાના ચાર્જમાંથી મુક્ત થશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના કોંગ્રેસ પર પ્રહાર:ચૂંટણી પંચને બદનામ કરવાના વિપક્ષના પ્રયાસો સામે જિલ્લા ભાજપ લાલઘૂમ, ગિરીશ રાજગોરે પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રહારો કર્યા
    Next Article
    વિકસિત ભારતના નિર્માણ માટે 'સંસ્કારશાળા'નો અનોખી પહલ:જૂનાગઢ અને ગીર સોમનાથની શાળાઓમાં બાળકો મેળવી રહ્યા છે મૂલ્યશિક્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment