Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના કોંગ્રેસ પર પ્રહાર:ચૂંટણી પંચને બદનામ કરવાના વિપક્ષના પ્રયાસો સામે જિલ્લા ભાજપ લાલઘૂમ, ગિરીશ રાજગોરે પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રહારો કર્યા

    1 day ago

    ભારતની સર્વોચ્ચ, સ્વાયત્ત અને બંધારણીય સંસ્થા એવા ચૂંટણી પંચ સામે સતત નકારાત્મક વાતાવરણ ઊભું કરવા અને તેને બદનામ કરવાના વિપક્ષી ગઠબંધનના પ્રયાસો સામે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરની અધ્યક્ષતામાં યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ તેમજ ‘ઇન્ડી’ (I.N.D.I.) ગઠબંધનના નેતાઓના ભ્રામક પ્રચાર સામે તથ્યો રજૂ કરીને આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. દેશ-વિદેશમાં ભારતની છબી ખરડવાનો પ્રયાસ પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે જણાવ્યું હતું કે, કેટલાક દેશી અને વિદેશી અખબારોમાં મનઘડત અને કાલ્પનિક અહેવાલો છપાવીને ભારતની સ્વાયત્ત સંસ્થાઓની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કરવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે. રાહુલ ગાંધી અને તેમની મંડળી દ્વારા દેશની અંદર તેમજ વૈશ્વિક સ્તરે ભારતની લોકશાહી છબી ખરડાય તે માટે સુનિયોજિત રીતે નેગેટિવ નેરેટિવ સેટ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદની વાત માત્ર જૂઠાણું ચૂંટણી કમિશનરો વચ્ચે આંતરિક મતભેદ હોવાની અફવાઓ અંગે સ્પષ્ટતા કરતાં તેમણે ઉમેર્યું હતું કે, વિપક્ષ ટેબલ સ્ટોરીઓના આધારે ગેરસમજ ફેલાવી રહ્યો હતો. જોકે, ગઈકાલે ખુદ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અને સાથી કમિશનરોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને આ તમામ વાતોને તથ્યહીન ગણાવી ફગાવી દીધી છે. ત્રણેય કમિશનરોએ એક અવાજે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચના તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયેલા છે, જેનાથી કોંગ્રેસનો નકારાત્મક એજન્ડા પ્રજા સમક્ષ ખુલ્લો પડી ગયો છે. SIR અને ફોર્મ-6 સંપૂર્ણ કાયદેસર તેમણે વિગતો આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) ની પ્રક્રિયા અને ફોર્મ નંબર 6માં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે પણ કાયદાકીય પ્રક્રિયા અનુસાર આ જોગવાઈને સંપૂર્ણ મંજૂરી આપેલી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ વિદેશી નાગરિક ભારતમાં ગેરકાયદે ઘૂસીને સીધો મતદાર ન બની જાય. આ રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર જ મતદાર યાદીમાં માતા-પિતા કે દાદા-દાદીના નામની ચકાસણીની જોગવાઈ રખાઈ છે. જનતા વચ્ચે જવા કોઈ મુદ્દો ન હોવાથી કોંગ્રેસ હવાતિયાં મારે છે અંતમાં ગિરીશ રાજગોરે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ પાસે લોકો વચ્ચે જવા માટે હવે કોઈ સકારાત્મક મુદ્દાઓ બચ્યા નથી, તેથી તે સ્વાયત્ત સંસ્થાઓ પર કાદવ ઉછાળી રહી છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે, ભગવાન કોંગ્રેસના નેતાઓને સદ્બુદ્ધિ આપે અને તેઓ નકારાત્મકતા છોડીને સાચા લોકતાંત્રિક માર્ગે પાછા વળે તેવી જ અમારી અભ્યર્થના છે.
    Click here to Read More
    Previous Article
    રાજુલામાં વનકર્મીઓ પર હુમલો કરનાર બીમાર સિંહ ત્રીજા દિવસે પકડાયો:વનવિભાગે મેગા સર્ચ કરી કાતર ગામની સીમમાં લોકેશન શોધ્યું, ટ્રેન્ક્યુલાઇઝ કરી પાંજરે પૂર્યો
    Next Article
    ખનિજ વિકાસ નિગમના MD બદલાયા:અજય ભાદૂની વાપસી, રૂપવંતસિંહને વધારાનો હવાલો હટાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment