Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જીતે ત્યાં લોકશાહી અને હારે ત્યાં વોટ ચોરી!':વડોદરા ભાજપનો કોંગ્રેસ પર પલટવાર, ચૂંટણી પંચ પરના આક્ષેપોને ગણાવ્યા જૂઠાણાં

    22 hours ago

    વડોદરા શહેર ભાજપ મહાનગર દ્વારા નમો કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદનો મુખ્ય હેતુ ચૂંટણી પંચની કામગીરી અને પ્રક્રિયાને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા તમામ ગંભીર આક્ષેપો સામે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ સ્પષ્ટ કરવાનો અને વિપક્ષના દાવાઓને પાયાવિહોણા સાબિત કરવાનો હતો. ભાજપે કોંગ્રસના વિરોધને પાયાવિહોણું ગણાવ્યું હતું. વિપક્ષના આરોપી માત્ર જૂઠાણા ભાજપના શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને બંધારણીય સંસ્થા એવી ચૂંટણી પંચ પર કરવામાં આવેલા તમામ પ્રહારોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા. તેઓએ વિપક્ષના આક્ષેપોને કેવળ 'જુઠ્ઠાણા' અને રાજકીય લાભ ખાટવા માટે કરવામાં આવતો ભ્રામક પ્રચાર ગણાવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ચૂંટણી પંચ સંપૂર્ણ પારદર્શિતા અને નિયમોને આધીન રહીને પોતાની કામગીરી કરી રહ્યું છે તેમજ SIRની કામગીરી પણ કાયદાકીય જોગવાઈઓ મુજબ જ થઈ રહી છે. કોંગ્રેસ પોતાની હારના ડરથી અને જનતામાં ગેરસમજણ ઊભી કરવા માટે આવા પાયાવિહોણા દાવા કરી રહી હોવાનો વળતો પ્રહાર ભાજપના નેતાઓએ કર્યો હતો. કોંગ્રેસ જનતાનો વિશ્વાસ ગુમાવી બેઠી છે ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું મેં, કોંગ્રેસ જનતાનો વિશ્વાસ ગુમાવી બેઠી છે. તેઓ પાસે કોઈ મુદ્દા નથી તેથી તે આવા જૂઠાણા ફેલાવી રહ્યું છે. તેઓએ એમ પણ આક્ષેપ કર્યા હતા કે જ્યાં કોંગ્રેસ જીતે ત્યાં લોકશાહીનો જીત અને જ્યાં ભાજપ જીતે ત્યાં વોટચોરીના આરોપ જેવી બેવડી નીતિ કોંગ્રેસ અપનાવી રહી છે. ભાજપે વડોદરામાં કોંગ્રેસના તમામ આરોપો સામે સણસણતો જવાબ આપીને પોતાના તમામ તથ્યો મજબૂતીથી રજૂ કર્યા હતા અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર જનતાને વિશ્વાસ રાખવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વિકસિત ભારતના નિર્માણ માટે 'સંસ્કારશાળા'નો અનોખી પહલ:જૂનાગઢ અને ગીર સોમનાથની શાળાઓમાં બાળકો મેળવી રહ્યા છે મૂલ્યશિક્ષણ
    Next Article
    Asiad Athletics LIVE: Sreeshankar Terribly Injured; India's Rohit, Yash Vir 2-3 In Javelin

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment