Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ અભિયાન:બાળકો અને સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય સુધારણા માટે વડોદરા મનપા દ્વારા વિશેષ ઝુંબેશ

    1 day ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકો અને ભૂલકાંઓના સ્વાસ્થ્ય તેમજ પોષણ સ્તરને બહેતર બનાવવાના આશયથી સમગ્ર શહેરમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત નવાપુરા-3 આંગણવાડી કેન્દ્ર ખાતે મેયર ગીતા મકવાણાની અધ્યક્ષતામાં 'આંગણ મિલન સેવા' કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું. સ્થાનિક કાઉન્સિલરો, શિક્ષકો, આંગણવાડી વર્કરો અને વાલીઓની ઉપસ્થિતિમાં બાળકો, કિશોરીઓ અને સગર્ભા મહિલાઓના પોષણ તેમજ શારીરિક-માનસિક વિકાસ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. પોષણ જાગૃતિ અને સેવાકીય કાર્યક્રમો શહેરમાં પોષણ અને બાળ વિકાસ અંગે જનજાગૃતિ કેળવવાના હેતુથી 438 આંગણવાડી કેન્દ્રોમાં 23 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન વિવિધ સેવાકીય કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આ ઝુંબેશ હેઠળ બાળકો અને સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર સરળતાથી મળી રહે તે માટે જરૂરી કિટ્સ તથા કિચન સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. પર્યાવરણ જતન અને વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન મેયર ગીતા મકવાણાના હસ્તે આંગણવાડી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમણે આંગણવાડીને બાળકના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા ગણાવીને પર્યાવરણ જતન અને બાળ સંભાળનો દ્વિમુખી સંદેશ આપ્યો હતો. ઉપસ્થિત તમામ લોકોએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને યોગ્ય પોષણ માટે એકજૂથ થઈને પ્રયાસો કરવાનો સંકલ્પ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં મહેંદી અને મેકઅપ કોમ્પિટિશન યોજાઈ:125 યુવતીઓએ ભાગ લીધો, શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ટ્રોફી આપી સન્માનિત કરાયા
    Next Article
    તિથલ રોડની ગર્લ્સ હોસ્ટેલમાં 200થી વધુ વિદ્યાર્થીનીઓનું આરોગ્ય પરીક્ષણ:‘નશામુક્ત યુવા’ અભિયાન અંતર્ગત ‘માય હેલ્થ માય પ્રાઇડ’ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment