Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તિથલ રોડની ગર્લ્સ હોસ્ટેલમાં 200થી વધુ વિદ્યાર્થીનીઓનું આરોગ્ય પરીક્ષણ:‘નશામુક્ત યુવા’ અભિયાન અંતર્ગત ‘માય હેલ્થ માય પ્રાઇડ’ કાર્યક્રમ યોજાયો

    1 day ago

    વલસાડમાં ‘નશામુક્ત યુવા–વિકસિત ભારત’ અભિયાન હેઠળ વલસાડ માય ભારત દ્વારા તિથલ રોડ પર આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર ગર્લ્સ હોસ્ટેલમાં ‘માય હેલ્થ માય પ્રાઇડ’ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીનીઓનું આરોગ્ય પરીક્ષણ કરાયું. GMERS મેડિકલ કોલેજ-હોસ્પિટલ અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની તબીબી ટીમે BMI, રક્ત પરીક્ષણ સહિત અનેક આરોગ્ય તપાસ કરી. વિદ્યાર્થીનીઓને પોષણ, નિયમિત આરોગ્ય તપાસ અને સ્વસ્થ જીવનશૈલી વિશે માર્ગદર્શન પણ અપાયું. મનોચિકિત્સક ડૉ. ભારવીએ માનસિક આરોગ્ય અને તણાવ વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન આપ્યું. જરૂર પડ્યે નિષ્ણાત તબીબી મદદ કેવી રીતે મેળવવી તે અંગે પણ માહિતી અપાઈ. આ કાર્યક્રમમાં RMO વ્રજલાલ, જિલ્લા યુવા અધિકારી આયુષ ચૌધરી, ATDO દેવાંગી ભટ્ટી અને હિમાંગી કંસારા જેવા અધિકારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ અભિયાન:બાળકો અને સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય સુધારણા માટે વડોદરા મનપા દ્વારા વિશેષ ઝુંબેશ
    Next Article
    HAL Failed Bid To Build India's Stealth Jet On "Routine Technical Grounds"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment