Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ટેક્સી અને રિક્ષાચાલક યુનિયનના સુત્રોચ્ચાર સાથે ધરણાં:વાહન વ્યવહાર કમિશનર કચેરી બહાર હોબાળો, ગુજરાત સરકાર હાય... હાય... ના નારા લગાવ્યા

    12 hours ago

    અમદાવાદમાં ટેક્સી અને રિક્ષા ચાલક યુનિયન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઓલા, ઉબેર અને રેપિડો જેવી ઓનલાઇન એપ્લિકેશનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને માત્ર ભારત ટેક્સી એપ પરથી ઓનલાઈન રાઇડ બુક કરાવી રહ્યાં છે, ત્યારે ટેક્સી અને રિક્ષા ચાલકોના વિવિધ પ્રશ્નોને લઈ આજે ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર કચેરીએ એગ્રિગેટર કંપની (ઓલા, ઉબર અને રેપિડો)ઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ પણ સંતોષકારક જવાબ ન મળ્યાનો આક્ષેપ કરી ટેક્સી અને રિક્ષા ચાલકોએ કચેરી બહાર ધરણાં શરૂ કર્યા હતા. ચાલકોએ સરકાર અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી ગુજરાત સરકાર હાય... હાય...ના નારા લગાવ્યા હતા અને પોતાના પ્રશ્નોનો નક્કર ઉકેલ લાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત આગામી 15 દિવસમાં તેમને ન્યાય નહીં મળે તો સંપૂર્ણપણે કામકાજ બંધ કરી હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર મામલે કમિશનર રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, આજે બેઠકમાં રજૂઆત સાંભળવામાં આવી છે. હવે સરકાર નિર્ણય કરશે. ટેક્સી અને રિક્ષા ચાલકોની માંગ ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબે લોલીપોપ આપી છે: રાજ શિર્કે રિક્ષા ચાલક વેલફેર એસોસિએશનના પ્રમુખ રાજ શિર્કેએ જણાવ્યું હતું કે, અમારી બસ બે જ રજૂઆત હતી કે આ જે પણ કંપનીઓ છે એ 50% ઓછું ભાડું આપે છે, તે તાત્કાલિક ધોરણે સરકારી રેટ પ્રમાણે ભાડું આપે, નહીં તો આ કંપનીઓના લાયસન્સ રદ કરી નાખે નહીં તો અમારી તમામ રિક્ષાઓમાં અને ટેક્સીમાં જે પીળી નંબર પ્લેટ છે, તે સફેદ નંબર પ્લેટ કરી આપે. અમને આજે ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબે લોલીપોપ આપી છે, ખોટી ખોટી બેઠક બોલાવી અને ખોટો ખોટો અમારો પણ ટાઇમ વેસ્ટ કર્યો છે. અત્યારથી જ અમે ટ્રાન્સપોર્ટ કમિશનરનો, સરકારનો અને તમામનો બહિષ્કાર કર્યો છે. હવે જે પણ ઓલા, ઉબેર, રેપિડોની રાઇડ ઉપાડશે, એ ડ્રાઇવર પોતે હેરાન થશે. એમની બધી આઇડીઓ અમે ડિલીટ મારી દઈશું. '15 દિવસમાં ન્યાય નહીં મળે તો હડતાળ પર ઉતરીશું': યુનિયન નેતા ટેક્સી ચાલક યુનિયન નેતા જણાવ્યું હતું કે, અગાઉની જેમ જ આજે પોતાના પ્રશ્નો અને રજૂઆતો સરકાર સમક્ષ મૂકી છે. તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી કે ના તો કોઈ ચોક્કસ કાર્યવાહી કરવાનો કે એક્શન લેવાનો દાવો કરવામાં આવ્યો છે. માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે. તેમણે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જો આગામી 15 દિવસમાં સરકાર દ્વારા તેમને ન્યાય નહીં આપવામાં આવે તો તેઓ સંપૂર્ણપણે કામકાજ હડતાળ પાડશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ભાજપની પ્રેસ કોન્ફરન્સ:રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર, ચૂંટણી પંચ સામેના આક્ષેપોને ગણાવ્યા નિરાધાર
    Next Article
    ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ખોરાકમાંથી જીવાત નીકળી:એક વિદ્યાર્થિનીની તબિયત લથડી, 100થી વધુ વિદ્યાર્થિનીઓએ ભારે હોબાળો મચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment