Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ભાજપની પ્રેસ કોન્ફરન્સ:રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર, ચૂંટણી પંચ સામેના આક્ષેપોને ગણાવ્યા નિરાધાર

    11 hours ago

    સુરેન્દ્રનગરના નમો કમલમ ખાતે ભાજપના જિલ્લા પ્રમુખ હાર્દિક ટમાલીયાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મહાનગરના મેયર રાકેશભાઈ રાઠોડ અને જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા ઉપસ્થિત રહ્યાં હતાં. પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સામે કરવામાં આવેલા આક્ષેપો અંગે ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. SIR મુદ્દે કોંગ્રેસના આક્ષેપો મનઘડત હોવાનો દાવો જિલ્લા પ્રમુખ હાર્દિક ટમાલીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી રાહુલ ગાંધી અને વિપક્ષ દ્વારા એક અખબારી લેખના આધારે સ્વાયત્ત બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ સામે આક્ષેપો કરીને દેશના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જોકે, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય કમિશનરોએ સંયુક્ત નિવેદન આપીને SIR સંબંધિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હોવાનું અને કમિશનરો વચ્ચે કોઈ મતભેદ ન હોવાનું સ્પષ્ટ કર્યું છે. ભાજપના મતે, આ નિવેદનથી કોંગ્રેસના આક્ષેપો નિરાધાર સાબિત થયા છે. Form-6 અને સુપ્રીમ કોર્ટનો હવાલો હાર્દિક ટમાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદી માટેના Form-6ના મૂળ સ્વરૂપમાં SIR દરમિયાન કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ દસ્તાવેજી પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ માન્ય રાખવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ EVM અને SIR બાદ હવે ચૂંટણી પંચને નિશાન બનાવીને ખોટું નેરેટિવ ઊભું કરવાનો પ્રયાસ કરી રહી છે. લોકતાંત્રિક પ્રક્રિયા પર સવાલો ઉઠાવવાનો આક્ષેપ ભાજપના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની છબી વૈશ્વિક સ્તરે મજબૂત બની રહી છે, ત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ લોકતાંત્રિક પ્રક્રિયા પર સવાલો ઉઠાવી દેશની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશની જનતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ લેન્ડ રેકોર્ડ કચેરીના કર્મચારીઓ ફરી હડતાળ પર:ગ્રેડ-પે વધારવા સહિતની માંગણીઓ ન સંતોષાતા કામકાજ ઠપ; નાગરિકોને મુશ્કેલી
    Next Article
    ગાંધીનગરમાં ટેક્સી અને રિક્ષાચાલક યુનિયનના સુત્રોચ્ચાર સાથે ધરણાં:વાહન વ્યવહાર કમિશનર કચેરી બહાર હોબાળો, ગુજરાત સરકાર હાય... હાય... ના નારા લગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment