Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ લેન્ડ રેકોર્ડ કચેરીના કર્મચારીઓ ફરી હડતાળ પર:ગ્રેડ-પે વધારવા સહિતની માંગણીઓ ન સંતોષાતા કામકાજ ઠપ; નાગરિકોને મુશ્કેલી

    10 hours ago

    બોટાદમાં લેન્ડ રેકોર્ડ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ફરી હડતાળ પર ઉતર્યા છે. ગ્રેડ-પે વધારવા સહિતની તેમની જુદી જુદી માંગણીઓ પૂરી ન થતા તેમણે આ નિર્ણય લીધો છે. આના કારણે કચેરીના કામ માટે આવતા નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. અગાઉ પણ આ કર્મચારીઓએ હડતાળ પાડી હતી. ત્યારે સરકારે આશ્વાસન આપતા કામગીરી ફરી શરૂ કરાઈ હતી. જોકે, નક્કી કરેલા સમયમાં માંગણીઓ પર કોઈ કાર્યવાહી ન થતા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. હાલ બોટાદની લેન્ડ રેકોર્ડ કચેરીમાં ઓફિસનું કામ સંપૂર્ણપણે બંધ છે. જમીન સંબંધિત કામ માટે આવતા અરજદારો અને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ વર્ગ-3 અધિકારી, બોટાદના વસીમ ખાન પઠાણે જણાવ્યું કે, જ્યાં સુધી ગ્રેડ-પે વધારવા સહિતની માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. આગામી દિવસોમાં આંદોલનને વધુ તેજ બનાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?':કાળા કપડાં, પટ્ટી અને પૂતળાદહન, પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ, વડોદરામાં કોંગ્રેસનું મુખ્ય ચૂંટણી અધિકારી સામે વિરોધ પ્રદર્શન
    Next Article
    સુરેન્દ્રનગરમાં ભાજપની પ્રેસ કોન્ફરન્સ:રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર, ચૂંટણી પંચ સામેના આક્ષેપોને ગણાવ્યા નિરાધાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment