Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?':કાળા કપડાં, પટ્ટી અને પૂતળાદહન, પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ, વડોદરામાં કોંગ્રેસનું મુખ્ય ચૂંટણી અધિકારી સામે વિરોધ પ્રદર્શન

    9 hours ago

    વડોદરામાં આજે(28 સપ્ટેમ્બર) પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે એક વિશાળ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને સ્વાયત્તતા પર ગંભીર સવાલો ઉઠાવતા કોંગ્રેસના કાર્યકરો તેમજ મહિલા આગેવાનો કાળા કપડાં અને કાળી પટ્ટી ધારણ કરીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભગતસિંહની તસવીર સાથે વિરોધ આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોના હાથમાં શહીદ ભગતસિંહની તસવીરો અને “સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?” જેવા આકરા પ્રશ્નો લખેલા બેનરો જોવા મળ્યા હતા, જેના માધ્યમથી તેમણે દેશમાં લોકશાહી અને મતાધિકારના રક્ષણ અંગેની પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. 'ચૂંટણી કમિશનર રાજીનામું આપે... રાજીનામું આપે...' આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ કાયદાકીય મર્યાદાઓ અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાની માંગ સાથે ભારે નારેબાજી કરી હતી. કાર્યકરો દ્વારા “ચૂંટણી કમિશનર રાજીનામું આપે... રાજીનામું આપે...” અને “શરમ કરો... શરમ કરો...”ના મોટેથી નારા લગાવીને સમગ્ર વાતાવરણ ગજવી મૂકવામાં આવ્યું હતું. જ્ઞાનેશે લીધેલા નિર્ણયોની નિષ્પક્ષ સમીક્ષા કરવા માગ કોંગ્રેસ પક્ષ તરફથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તુરંત જ તેમના પદ પરથી હટાવવાની તેમજ તેમના રાજીનામાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમના કાર્યકાળ દરમિયાન લેવાયેલા તમામ નીતિગત નિર્ણયોની એક સ્વતંત્ર અને નિષ્પક્ષ સમીક્ષા કરવામાં આવે અને જરૂર પડે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ માંગણી રજૂ કરવામાં આવી હતી. વડોદરામાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં લોકશાહી મૂલ્યોના જતન અને નાગરિકોના મતાધિકારની સુરક્ષાને મુખ્ય કેન્દ્રબિંદુ બનાવવામાં આવ્યા હતા. 'ચૂંટણી પંચ પોતાની સ્વાયત્તતા ગુમાવી રહ્યું છે' પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને તેમની ટીમે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ પોતાની સ્વાયત્તતા ગુમાવી રહ્યું છે, જે લોકશાહી દેશ માટે અત્યંત ચિંતાજનક બાબત છે. કાળા વસ્ત્રો, ભગતસિંહની વિપ્લવી પ્રતીક સમાન તસવીરો અને ધારદાર બેનરો સાથે થયેલા આ પ્રદર્શને વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. સમગ્ર વિરોધ કાર્યક્રમમાં ચૂંટણી પંચની ભૂમિકા અંગે ઊંડા સવાલો ઉઠાવીને પક્ષે ભવિષ્યમાં પણ આ મુદ્દે કાનૂની અને રાજકીય લડાઈ ચાલુ રાખવાનો સંકેત આપ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા પૂતળાદહન કરવામાં આવ્યું હતું જે દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસનો હલ્લાબોલ:કલેક્ટર કચેરીએ ઉગ્ર પ્રદર્શન, રોડ ચક્કાજામ અને પોલીસ સાથે ઝપાઝપી બાદ નેતાઓની અટકાયત
    Next Article
    બોટાદ લેન્ડ રેકોર્ડ કચેરીના કર્મચારીઓ ફરી હડતાળ પર:ગ્રેડ-પે વધારવા સહિતની માંગણીઓ ન સંતોષાતા કામકાજ ઠપ; નાગરિકોને મુશ્કેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment