Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસનો હલ્લાબોલ:કલેક્ટર કચેરીએ ઉગ્ર પ્રદર્શન, રોડ ચક્કાજામ અને પોલીસ સાથે ઝપાઝપી બાદ નેતાઓની અટકાયત

    9 hours ago

    ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને ચાલી રહેલા વિવાદ અંગે સુરતમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. "વોટ ચોર, ગાદી છોડ"ના નારા સાથે કોંગ્રેસ કાર્યકરોએ કલેક્ટર કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પર પ્રદર્શન કરતા પરિસરમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પ્રદર્શનકારીઓએ બેરિકેડ્સ તોડી અંદર ધસવાનો પ્રયાસ કરતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઉપરાંત રસ્તા પર ચક્કાજામ કરાતાં ટ્રાફિક ખોરવાયો હતો. આખરે પોલીસે બે બસો ભરીને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. વિરોધ સમયના દૃશ્યો ચૂંટણી પંચ અને ભાજપ પર કોંગ્રેસના આક્ષેપો કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ આરોપ લગાવ્યો હતો કે, જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચ ભાજપની કઠપૂતળી બની ગયું છે. કાયદાકીય પ્રક્રિયા વિના SIR અને મતદાર યાદીમાંથી કરોડો મતદારોના નામ ગેરકાયદેસર રીતે રદ કરીને લોકશાહી અને બંધારણ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી પણ લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે અને જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. પોલીસની કામગીરી સામે રોષ અને અટકાયત બીજી તરફ, કોંગ્રેસ નેતા પ્રિતિ સાદદિયાએ વિરોધ દર્શાવતા કહ્યું કે, ભાજપ સરકાર જ્યારે પણ ડરે છે, ત્યારે પોલીસને આગળ કરે છે. શાંતિપૂર્ણ વિરોધ છતાં પોલીસે પક્ષપાતી વલણ દાખવીને ખોટી કાર્યવાહી કરી છે. કલેક્ટર કચેરી બહાર બેસીને કરાયેલા ચક્કાજામ બાદ ટ્રાફિક પોલીસે વાહનોને ડાયવર્ટ કર્યા હતા. આખરે પોલીસે અસલમ સાયકલવાલા અને પ્રિતિ સાદદિયા સહિતના અગ્રણી નેતાઓની બળજબરીપૂર્વક અટકાયત કરી હતી, જે દરમિયાન મહિલા કાર્યકરોએ પોલીસ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    તિથલ રોડની ગર્લ્સ હોસ્ટેલમાં 200થી વધુ વિદ્યાર્થિનીનું આરોગ્ય પરીક્ષણ:નશામુક્ત યુવા–વિકસિત ભારત અભિયાન હેઠળ 'માય હેલ્થ માય પ્રાઇડ' કાર્યક્રમ યોજાયો
    Next Article
    'સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?':કાળા કપડાં, પટ્ટી અને પૂતળાદહન, પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ, વડોદરામાં કોંગ્રેસનું મુખ્ય ચૂંટણી અધિકારી સામે વિરોધ પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment