Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તિથલ રોડની ગર્લ્સ હોસ્ટેલમાં 200થી વધુ વિદ્યાર્થિનીનું આરોગ્ય પરીક્ષણ:નશામુક્ત યુવા–વિકસિત ભારત અભિયાન હેઠળ 'માય હેલ્થ માય પ્રાઇડ' કાર્યક્રમ યોજાયો

    8 hours ago

    વલસાડના તિથલ રોડ પર આવેલી ડૉ.બાબાસાહેબ આંબેડકર ગર્લ્સ હોસ્ટેલમાં 200થી વધુ વિદ્યાર્થિનીઓનું આરોગ્ય પરીક્ષણ કરાયું. આ કાર્યક્રમ નશામુક્ત યુવા–વિકસિત ભારત અભિયાન હેઠળ ‘માય હેલ્થ માય પ્રાઇડ’ થીમ પર યોજાયો હતો. તેનો હેતુ યુવાનોમાં આરોગ્ય જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તેમજ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના સહયોગથી આ કેમ્પ યોજાયો. તબીબી ટીમે વિદ્યાર્થીનીઓના BMI, રક્ત પરીક્ષણ સહિત પ્રાથમિક આરોગ્ય તપાસ કરી. તબીબોએ પોષણ, નિયમિત તપાસ અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં RMO વ્રજલાલ, DYO આયુષ ચૌધરી, ATDO દેવાંગી ભટ્ટી અને હિમાંગી કંસારા હાજર રહ્યા. GMERS મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.ભાવેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ તબીબી ટીમે સેવાઓ આપી. સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક ડૉ. ભારવીએ માનસિક સ્વાસ્થ્ય અને તણાવ વ્યવસ્થાપન પર સત્ર લીધું.
    Click here to Read More
    Previous Article
    ઉજ્જૈનમાં મસ્જિદ તોડવા વિરુદ્ધની અરજી રદ:MP હાઈકોર્ટે કહ્યું- રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલુ રહેશે; 15 લોકોની અટકાયત, 7 સામે FIR
    Next Article
    CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસનો હલ્લાબોલ:કલેક્ટર કચેરીએ ઉગ્ર પ્રદર્શન, રોડ ચક્કાજામ અને પોલીસ સાથે ઝપાઝપી બાદ નેતાઓની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment