Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના બજારમાં દશામા વ્રતને લઈ ભારે ભીડ:બગીચા રોડ પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી

    1 day ago

    દશામાના પર્વને કારણે ગોધરા શહેરના બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે, ખાસ કરીને બગીચા રોડ પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. બગીચા રોડ પર મોટી સંખ્યામાં લોકો અને વાહનો એકઠા થતાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આના કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. દશામાની સ્થાપના અને પર્વની તૈયારીઓ માટે લોકો મોટી સંખ્યામાં બજારોમાં ખરીદી કરવા પહોંચી રહ્યા છે. આને કારણે શહેરના માર્ગો પર વાહનોની સતત અવરજવર જોવા મળી રહી છે. પર્વ દરમિયાન શહેરમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં દમણગંગા પાઇપલાઇમાંથી 200 ફૂટ ફુવારા ઊડ્યા:ટેસ્ટિંગમાં ભંગાણ થતાં વડપાડામાં ઘરને નુકસાન, કામગીરી પર સવાલ
    Next Article
    સોનગઢ NDPS કેસનો ફરાર આરોપી ઝડપાયો:તાપી LCBએ કોલસાની આડમાં ગાંજો લાવનારને સુરતથી પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment