Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢ NDPS કેસનો ફરાર આરોપી ઝડપાયો:તાપી LCBએ કોલસાની આડમાં ગાંજો લાવનારને સુરતથી પકડ્યો

    1 day ago

    તાપી જિલ્લા પોલીસે નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવી હતી. આ ઝુંબેશ અંતર્ગત સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપીને પોલીસે સુરતથી ઝડપી પાડ્યો છે. આરોપી અકિલ નાસીરખાન પઠાણ (ઉં.વ. ૨૬) સોનગઢ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(ii)(સી) અને ૨૯ હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો હતો. મૂળ સોનગઢનો વતની આ આરોપી ગુનો કર્યા બાદ સુરત ખાતે છુપાયો હતો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે, સુરતના એકલેરા વિસ્તારમાં દરોડો પાડીને આરોપી અકિલ પઠાણને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી પોતે ટ્રાન્સપોર્ટની ટ્રકો પર ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. ઓડિશા તરફ માલસામાન લઈને જતી વખતે તે સહ-આરોપીઓની મદદથી ટ્રકની કેબિનમાં ગાંજાનો જથ્થો છુપાવી લાવતો અને ત્યારબાદ સુરતમાં તેની ડિલિવરી કરતો હતો. પકડાયેલા આ આરોપીનો ભૂતકાળ પણ ગુનાહિત રહ્યો છે. અગાઉ તેના વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં હત્યા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ માટે તેને વ્યારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના બજારમાં દશામા વ્રતને લઈ ભારે ભીડ:બગીચા રોડ પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી
    Next Article
    વેરાવળમાં આવતીકાલે તિરંગા યાત્રા યોજાશે:ડો. આંબેડકર પાર્કથી શરૂ થઈ વિવિધ માર્ગો પર ફરશે, અધિકારીઓ-નાગરિકો જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment