Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા પરથી હટાવવાની માંગ:મોરબી કોંગ્રેસે વોટ ચોરી અને અનિયમિતતાના આરોપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

    9 hours ago

    મોરબી જિલ્લા કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા પરથી હટાવવાની માંગ કરી છે. આ માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નયન અઘારા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું. માંગનું કારણ ચૂંટણી પંચમાં ગંભીર અનિયમિતતાઓ અને મતદાર યાદીમાં છેડછાડ (વોટ ચોરી) છે. આવેદનપત્રમાં જણાવાયું કે, છેલ્લા 10 મહિનામાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશકુમારના 14 એકપક્ષીય નિર્ણયો સામે બે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ વાંધો ઉઠાવ્યો છે. ખાસ કરીને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અને IT સિસ્ટમના કેન્દ્રીકરણમાં અન્ય કમિશનરોને અંધારામાં રખાયા હતા. મતદાર યાદીમાં ગેરરીતિઓ અને અનધિકૃત રીતે નામો ઉમેરવાની કે કાઢી નાખવાની આશંકા છે. કોંગ્રેસે જ્ઞાનેશકુમારના કાર્યકાળના તમામ એકપક્ષીય નિર્ણયોની નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ કરી. જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી અને મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની પણ માંગ કરાઈ. આ તકે સતિષ મેરજા, સંદીપ કાલરીયા, વિજય કોટડીયા, મુકેશભાઇ ગામી, રાજુ કાવર, દમયંતીબેન નિરંજની સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'કોંગ્રેસના ઉમેદવારો પર દબાણ, ચૂંટણી બિનહરીફ કરાવવાનો પ્રયાસ’:ગાંધીનગર મનપા ચૂંટણીમાં પોલીસ-પ્રશાસનના દુરુપયોગનો કોંગ્રેસ નેતાનો આક્ષેપ
    Next Article
    ગોધરાની શેઠ પી.ટી. કોલેજમાં સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત NSS સ્વયંસેવકોએ લીધો ભાગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment