Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાની શેઠ પી.ટી. કોલેજમાં સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત NSS સ્વયંસેવકોએ લીધો ભાગ

    9 hours ago

    ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન આ અભિયાન ઉજવાઈ રહ્યું છે. કોલેજના આચાર્ય ડૉ. એમ. બી. પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોલેજ પરિસરને સ્વચ્છ રાખવા અને પર્યાવરણનું જતન કરવાનો હતો. N.S.S.ના સ્વયંસેવકોએ ઉત્સાહથી ભાગ લઈ કોલેજ પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધર્યું. કેમ્પસને વધુ હરિયાળું બનાવવા માટે વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ પણ કરાયું. વાવેલા વૃક્ષોને સુરક્ષિત રાખવા ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા. સ્વયંસેવકોએ કોલેજ પરિસરને સ્વચ્છ અને હરિયાળું રાખવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડૉ. ગૌતમ ચૌહાણ દ્વારા કરાયું હતું. મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ ભાગ લેતા કાર્યક્રમ સફળ રહ્યો.
    Click here to Read More
    Previous Article
    મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા પરથી હટાવવાની માંગ:મોરબી કોંગ્રેસે વોટ ચોરી અને અનિયમિતતાના આરોપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
    Next Article
    ગાંધીનગર મનપાની ચૂંટણીનો માહોલ ગરમાયો:વોર્ડ નં. 5માં AAPના જીતેન્દ્રસિંહ ચૌહાણ અને 10માં YIPPના ઉમેદવાર કાજલ મકવાણાનું ફોર્મ રદ થતા વિવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment