Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોંગ્રેસના ઉમેદવારો પર દબાણ, ચૂંટણી બિનહરીફ કરાવવાનો પ્રયાસ’:ગાંધીનગર મનપા ચૂંટણીમાં પોલીસ-પ્રશાસનના દુરુપયોગનો કોંગ્રેસ નેતાનો આક્ષેપ

    10 hours ago

    ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતાઓએ રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી પોલીસ-પ્રશાસનના દુરુપયોગના ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ ભાજપને ચૂંટણીમાં હારનો ડર હોવાનો આક્ષેપ કરતાં કહ્યું કે, SIRમાં ગોટાળા કરાયા છે અને ચૂંટણી બિનહરીફ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે ચૂંટણી પંચની સ્વાયત્તતા અંગે પણ સવાલ ઉઠાવી ચૂંટણી કમિશનર “સ્વાયત્ત છે કે તંત્રની કઠપૂતળી?” એવો પ્રશ્ન કર્યો હતો. ‘કોંગ્રેસ ઉમેદવારોના ઘરે LCBના PI સહિતના પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા’ લાલજી દેસાઈના આક્ષેપ મુજબ, ગાંધીનગર મનપાના વોર્ડ નંબર 6 અને 7માં કોંગ્રેસના ઉમેદવારો તથા તેમના સંબંધીઓના ઘરે LCBના PI સહિતના પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા. તેમણે દાવો કર્યો કે ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. દેસાઈએ કહ્યું કે, “અમારા ઉમેદવારોને બચાવવા તેમને બહાર ખસેડવા પડે એ કેવી લોકશાહી?” કોંગ્રેસે પોતાના ઉમેદવારોને તકેદારીના ભાગરૂપે રિસોર્ટમાં ખસેડ્યા હોવાનો પણ ખુલાસો કર્યો હતો. ‘પોલીસ-પ્રશાસન ભાજપના ખેસ વગરના કાર્યકર્તાની જેમ કામ કરે છે’ કોંગ્રેસ નેતા મનિષ દોશીએ આક્ષેપ કર્યો કે, ગાંધીનગર મનપા ચૂંટણી દરમિયાન ભાજપના ઇશારે પોલીસ અને પ્રશાસન દ્વારા અનૈતિક અને ગેરબંધારણીય કામગીરી કરવામાં આવી રહી છે. તેમના જણાવ્યા મુજબ, LCBના PI કોંગ્રેસના ઉમેદવારો અને તેમના પરિવારજનોને મળવા જાય છે અને અન્ય અધિકારીઓ પણ ટેકેદારોનો સંપર્ક કરી રહ્યા છે. ખેડૂતોને TP બદલાઈ જવાની કે જમીન જતી રહેવાની ધમકી આપવામાં આવતી હોવાનો પણ તેને આક્ષેપ કર્યો. મનિષ દોશીએ કહ્યું કે, “પોલીસ અને પ્રશાસન ભાજપના ખેસ પહેર્યા વિનાના કાર્યકર્તા બનીને કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.” કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ સમગ્ર મામલે વિગતવાર રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે. દોશીના જણાવ્યા પ્રમાણે, ચૂંટણીને પ્રભાવિત કરનારા અને ભયનો માહોલ ઊભો કરનારા અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. પુરાવા સાથે ફરી રજૂઆત કરવાની અને જરૂર પડે તો કાયદાકીય પગલાં લેવાની પણ તેમણે ચીમકી આપી હતી. ‘સલામતી માટે ઉમેદવારોને રિસોર્ટમાં ખસેડવા પડે છે’ કોંગ્રેસના ઉમેદવારોને રિસોર્ટમાં લઈ જવાના સવાલના જવાબમાં દોશીએ કહ્યું કે, આ કોઈ રાજકીય શોખ નહીં પરંતુ તકેદારીના ભાગરૂપે કરવામાં આવ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો ગાંધીનગરમાં ચૂંટણી લડતા પક્ષના ઉમેદવારો જ સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? સાથે જ તેમણે ગાંધીનગરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને ભાજપના મનપા શાસન સામે પણ આક્ષેપો કર્યા. કોંગ્રેસ નેતાઓએ સમગ્ર મામલે ફ્રી અને ફેર ચૂંટણી, ઉમેદવારોને સુરક્ષા અને ચૂંટણી પ્રક્રિયામાં પોલીસ-પ્રશાસનની કથિત દખલગીરી રોકવાની માગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુરમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ કરી:દેશભરમાં વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ધરણા યોજી અધિક કલેક્ટરને રજૂઆત કરી
    Next Article
    મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા પરથી હટાવવાની માંગ:મોરબી કોંગ્રેસે વોટ ચોરી અને અનિયમિતતાના આરોપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment