Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના મોતીપુરામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન, કાપડની થેલીઓ વહેંચી:વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ લોકજાગૃતિ

    11 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ હિંમતનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા મોતીપુરામાં લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં રોડ પરથી પ્લાસ્ટિક કચરો ભેગો કરાયો. કાર્યકર્તાઓએ દુકાનો પર જઈ પ્લાસ્ટિક એકત્ર કર્યું. નગરપાલિકાએ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે નાગરિકો-વેપારીઓને કાપડની થેલીઓ વહેંચી હતી. અભિયાનનો હેતુ પ્લાસ્ટિક ઉપયોગથી પર્યાવરણ પર થતી અસર વિશે લોકોને જાગૃત કરવાનો હતો. "પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને સ્વચ્છ-સુંદર હિંમતનગર બનાવો" નો સંદેશ પણ અપાયો. ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ડી. ઝાલા, જિલ્લા મહામંત્રી બિપીન ઓઝા, નગરપાલિકા પ્રમુખ અરુણા કડિયા, કારોબારી અધ્યક્ષ રાહુલ પટેલ, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, શહેર પ્રમુખ કુલદીપ પાઠક, ચેરમેન રાજુ દેસાઈ, ચેરમેન ધર્મરાજસિંહ દેવડા, કોર્પોરેટર ગોપાલ પ્રજાપતિ, સૂચિ શાહ, ભૂમિકા મહેતા સહિતના આગેવાનો અને નાગરિકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને જનભાગીદારીના સંકલ્પ સાથે યોજાયેલા આ અભિયાનનો હેતુ હિંમતનગરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંદેશ આપવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનની 'બીજુડા ગેંગ'નો સાડા ચાર વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:8 વર્ષ જૂની ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલાયો
    Next Article
    છોટા ઉદેપુરમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ કરી:દેશભરમાં વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ધરણા યોજી અધિક કલેક્ટરને રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment