Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર ઓવરબ્રિજ પર અકસ્માત, એકનું મોત:ટેમ્પો ટ્રાવેલર ટ્રેલર પાછળ ઘૂસ્યું, 8 લોકો ઘાયલ, સારવાર માટે ખસેડાયા

    14 hours ago

    હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર સ્ટારસિટી ઓવરબ્રિજ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટેમ્પો ટ્રાવેલર ટ્રક ટ્રેલર પાછળ ઘૂસી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે આઠ અન્ય લોકો ઘાયલ થયા હતા. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે અથવા હોસ્પિટલ લઈ જતી વખતે મોત નીપજ્યું હતું. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, ત્રણને ઈજાઓ થઈ હતી અને પાંચને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે અને બાદમાં સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. હાંસલપુરા ગામના પૂર્વ સરપંચ બ્રિજેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર, હિન્દુસ્તાન લીવર લિમિટેડના ડીલર કૃતાર્થ પટેલે તેમના સેલ્સમેનો માટે રાજસ્થાનના સુન્ધા માતાજી અને જેસલમેરની ટૂરનું આયોજન કર્યું હતું. શુક્રવારે રાત્રે હિંમતનગરના હાજીપુર ગામેથી 10 લોકોને ટેમ્પો ટ્રાવેલરમાં બેસાડીને ટૂર પર જવા નીકળ્યા હતા. સ્ટારસિટી સામેના ઓવરબ્રિજ પર આગળ જઈ રહેલા ટ્રક ટ્રેલર પાછળ ટેમ્પો ટ્રાવેલર ધડાકાભેર ઘૂસી ગયું હતું. આ ભયાનક ટક્કરથી ટેમ્પો ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણપણે કુરચો થઈ ગયો હતો, જેના કારણે તેમાં સવાર તમામ લોકોને ઈજાઓ થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, હાઈવે પર પડેલા ખાડાને કારણે આગળ જઈ રહેલા ટ્રક ટ્રેલરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી ટેમ્પો ટ્રાવેલર ટ્રેલર સાથે અથડાઈ હોવાની આશંકા છે. અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ યોગેશભાઈ પટેલ (ઉંમર 42, હાંસલપુરા, તા. હિંમતનગર) છે. ગંભીર રીતે ઘાયલ થયેલા વિષ્ણુભાઈ (રહે. જેનપુર, તા. તલોદ) છે. જ્યારે ઈજાગ્રસ્તોમાં કલ્યાણ મકવાણા (ઉંમર 25, પ્રાંતિજ), ધર્મેશ વણકર (ઉંમર 30, પ્રાંતિજ) અને રવિસિંહ ચૌહાણ (ઉંમર 30, પ્રાંતિજ) નો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં ગુમ થયેલા લોકોનો આંકડો 2500એ પહોંચ્યો:400 ભારતીયો તિબેટમાં ફસાયા; સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ભારત મદદ કરશે
    Next Article
    હુમલો:વિસાવાડા ગામે શરણાઈ વગાડવા ગયેલા વૃદ્ધનું અપહરણ કરી બે શખ્સોએ પથ્થર વડે હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment