Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હુમલો:વિસાવાડા ગામે શરણાઈ વગાડવા ગયેલા વૃદ્ધનું અપહરણ કરી બે શખ્સોએ પથ્થર વડે હુમલો કર્યો

    16 hours ago

    પોરબંદર ની આવાસ યોજનામાં રહેતા વૃદ્ધ વિસાવાડા ગામે શરણાઈ વગાડવા ગયા ત્યારે તેનુ અપહરણ કરી બે શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે પણ આગલની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો અનુસાર પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા ફિરોજભાઈ ઇબ્રાહીમભાઈ રાઠોડ (ઉ.60) નામના વૃદ્ધ વિસાવાડા ગામે રામધૂનના આયોજનમાં શરણાઈ વગાડવા માટે ગયા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેઓ નજીકમાં ફાકી લેવા માટે ગયા ત્યારે ત્યાં હાજર કુખ્યાત બુટલેગર અનીલ ઉર્ફે ખોડો સાજણ કેશવલા અને નાગાજણ લખમણ ઓડેદરા નામના બે શખ્સોએ તેમને બોલાવી ‘તું શરણાઈ વગાડવા આવ્યો છે’ તો અહી પણ વગાડ તેમ કહી બળજબરીપૂર્વક સ્કૂટરમાં બેસાડી અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ બંને શખ્સો વૃદ્ધને ખોડિયાર માતાજીના મંદિર પાસે આવેલા નદી વિસ્તારમાં લઈ ગયા હતા. ત્યાં વૃદ્ધને ગળા થી ટૂંપો દઈ, ઢીકા-પાટુનો તેમજ પથ્થર-બોથડ પદાર્થ વડે માથા અને મોંના ભાગે બે કલાક સુધી અમાનુષી માર માર્યો હતો. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પોરબંદરના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના બાદ પોલીસે પણ વૃદ્ધનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર ઓવરબ્રિજ પર અકસ્માત, એકનું મોત:ટેમ્પો ટ્રાવેલર ટ્રેલર પાછળ ઘૂસ્યું, 8 લોકો ઘાયલ, સારવાર માટે ખસેડાયા
    Next Article
    Pakistan Coach Sarfaraz Ahmed Grilled In Press Conference, Imran Khan Sons' Saga Blows Up

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment